ભરૂચ, દ્વારા સૌ પ્રથમ સનાતન સાંસ્કૃતિક પરંપરા અને વૈશ્વિક પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુસર વૈદિક હોળી તરફ વળવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું

સત્ ચેતના પર્યાવરણ સંગઠન - ભરૂચ, દ્વારા સૌ પ્રથમ સનાતન સાંસ્કૃતિક પરંપરા અને વૈશ્વિક પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુસર વૈદિક હોળી તરફ વળવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવેલ હતું. આ વૈદિક હોળીના અભિયાનને સાત વર્ષ સંપન્ન થાય છે. 

દિન પ્રતિદિન ભરૂચ ખાતે આ વૈદિક હોળીના અભિયાનમાં વધુને વધુ સોસાયટીઓ સાથ આપી જોડાઈ રહી છે. આ વર્ષે પણ ભરૂચની ૧૬૫ કરતાં વધુ સોસાયટી દ્વારા ૧૫,૦૦૦ કીલો (૧૫ટન) ના ગૌકાષ્ઠ અર્થાત્ ગોબર સ્ટીકના વિપુલ પ્રમાણમાં ઉપાડ તેમજ સત્ ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા સૌજન્યપૂર્વક અપાતાં છાણા, હવન સામગ્રી, કપૂર, છાણમાંથી બનાવેલ દિવડાં થકી દરેક સોસાયટીના કોમન પ્લોટમાં સનાતન સાંસ્કૃતિક પરંપરાની વિધિસર વૈદિક હોળી પ્રગટાવી ઉજવવામાં આવનાર છે.

આમ આ સફળ વૈદિક હોળીના અભિયાન હેઠળ પંચમહાલના પછાત આદિવાસીઓના ભાઈ-બહેનોને આજીવિકા, ગૌ શાળાનું પાલન, સનાતન સાંસ્કૃતિક પરંપરા તેમજ વૈશ્વિક પર્યાવરણ સંરક્ષણ અને કપાતાં વૃક્ષોમાં અટકાવ એવા ઉમદા હેતુઓ જળવાઈ રહે છે. ભરૂચ જિલ્લામાં આ વાતે સત્ ચેતના પર્યાવરણ સંગઠન ગૌરવ અને હર્ષની લાગણી વ્યક્ત કરે છે.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો