પ્રાથમિક કુમાર શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે "આનંદમેળા"નું આયોજન કરવામાં આવ્યું

નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર શાળા ખાતે આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું.

પ્રાથમિક કુમાર શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે "આનંદમેળા"નું આયોજન કરવામાં આવે છે. જેમા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓનું વેચાણ કરવામાં આવે છે. સાથો સાથ બાળકોનો સર્વાંગી વિકાસ થાયએ માટે આયોજન કરવામાં આવ્યું.

આનંદ મેળોએ બાળકોમાં સર્જનાત્મક શક્તિઓને વિકાસ થાય તથા બાળકોને ભવિષ્યમાં વેપાર કરવાની તથા નફો નુકસાન ની સમજ કેળવાય તથા વિવિધ કૌશલ્યો નો વિકાસ થાય તેવા હેતુસર આણંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં ગ્રામજનો તથા શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ આનંદ મેળો જોતા ટાઉનનું ખાની પીની નું બજાર યાદ આવે એવું હતું ખૂબ જ સુંદર આયોજન અને શિક્ષણનું આ એક સરાહનીય પગલું કહેવાય. 

પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય અનીતાબેન વસાવા તથા શાળા પરીવાર દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક કુમાર શાળાના આ આનંદમેળાને એસ.એમ.સી અઘ્યક્ષ બાલુભાઈ વસાવાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 

આ આનંદમેળામાં ખાણીપીણીના ૨૬ જેટલા સ્ટોલ, રમત ગમતના સ્ટોલ, તેમજ સેલ્ફી પોઇન્ટ આ મેળામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બાળકો તથા ગામ લોકોએ બાહોળા પ્રમાણમા હાજર રહીને આનંદોત્સવને ઉજવ્યો હતો. આનંદમેળાને સફળ બનાવવા માટે શાળા આચાર્ય તેમજ તેઓના સ્ટાફગણે ખૂબ જહેમત ઉઠાવી હતી.


#gujaratniparchhai 

રિપોર્ટર નેત્રંગ

બ્રિજેશ પટેલ 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો