અંકલેશ્વરની HDFC બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરે 8 ગ્રાહકોની નકલી FD બનાવી 70 લાખ ચાઉં કરી લીધા, જુવો સમગ્ર વિગત

અંકલેશ્વર / બેંકના ભેજાબાજ આસિસ્ટન્ટ મેનેજરે ગ્રાહકોના 70 લાખ ચાઉં કર્યા, આ રીતે આચર્યું કૌભાંડ

અંકલેશ્વરની HDFC બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરે 8 ગ્રાહકોની નકલી FD બનાવી 70 લાખ ચાઉં કરી લીધા હતા. ગ્રાહકો પાસે પરિવારના ખાતામાં FD કરાવશો તો વધુ વ્યાજ મળશે તેવી લાલચ આપી ગ્રાહક અને બેંક સાથે છેતરપિંડી કરી હતી. જો કે એક ગ્રાહકે અન્ય બેંકમાં FD અંગે તપાસ કરવા જતા ભાંડો ફૂટતા બ્રાન્ચ મેનેજર દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે .

અંકલેશ્વર પ્રતિન ચોકડી પર આવેલ HDFC બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ FD કરવા આવતા ગ્રાહકોને લોભામણી લાલચ આપી છેતરી લીધા હોવાની ઘટના સામે આવી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ ગત 19મી માર્ચના રોજ અંકલેશ્વરના બોરભાઠા ગામ ખાતે આવેલ HDFC બેન્ક માં મહેશ ચૌહાણ નામનો બેંકનો ગ્રાહક પોતાના FD નંબર આપી FD થયેલ છે કે કેમ તે જાણવા માટે પૂછપરછ કરી રહ્યો હતો.

આ દરમિયાન નંબર જોઈ બ્રાન્ચના મેનેજર ચંદ્રસિંહ ગોહિલને શંકા જતા તેઓ મહેશ ચૌહાણને પૂછતાં આ FD તેમણે HDFC બેંક મુખ્ય બ્રાન્ચમાંથી કરાવી હોવાનું સામે આવ્યું હતું. જે અંગે તેમને મુખ્ય શાખાના બ્રાન્ચ મેનેજર બિક્રમજીત સાહુ તેમજ બ્રાન્ચ ઓપરેશન હેડ અભિષેક સેવક અને બેંક ક્લસ્ટર હેડ અબુર લુલેને જાણ કરતા તેઓ દ્વારા તપાસ કરતા આ FD 19મી માર્ચના રોજ આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ મહેશ ચૌહાણના નામે બનાવી હતી. 


આ અંગે બ્રાન્ચ ઓપરેશન હેડ અભિષેક સેવકે બીજા દિવસે ધવલ ચૌધરીની પૂછપરછ કરતા આખો ભાંડો ફૂટ્યો હતો અને તેણ FD માટે આવતા કસ્ટમરોને પોતાના પરિવારના નામે FD કરવા જણાવી વધુ વ્યાજની લાલચ આપતો હતો. 

બેંક આવતા 8 ગ્રાહક પાસેથી 70 લાખ 14 હજાર રૂપિયા લઈ તેમને નકલી FD બનાવી આપી હતી. જે અંગે ધવલ ચૌધરી પાસે લેખિત માંગતા તે હમણાં આવું છું કહી બેંકમાંથી રફુચક્કર થઇ ગયો હતો. 

બ્રાન્ચ મેનેજર બિક્રમજીત સાહુ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં આસીસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ ગ્રાહકોને લોભામણી લાલચ આપી બોગસ FD બનાવી બેંક અને કસ્ટમર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આસીસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

#gujaratniparchhai 

રિપોર્ટર અંકલેશ્વર

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો