Posts

Showing posts from February, 2024

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના ખેડૂતના કેળા વિદેશમાં એક્સપોર્ટ કરાયા

Image
પૈસો તેને વળે જે પરસેવે ન્હાય  ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના ખેડૂતના કેળા વિદેશમાં એક્સપોર્ટ કરાયા  ભરૂચ ની ખારીસીંગ પછી વિદેશમાં કેળા ની માંગ વધી  ઉમલ્લાના ખેડૂતે 7 એકરમાં કેળના ટીશ્યુ નું વાવેતર કરી 20 લાખની આવકનો દાવો કર્યો  ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી અગાઉ ડ્રેગન ફ્રૂટ { કમલમ ફ્રૂટ} નો જથ્થો યુ.કે.લંડન મોકલવામાં આવતા મંત્રી પિયુષ ગોયેલે ટ્વિટ કરી માહિતી આપી હતી ત્યારબાદ ઝગડીઆ તાલુકાના ઉમલ્લા ગામના ખેડૂત પટેલ જનક ભાઈ એ પોતાના ખેતરની 7 એકર જમીનમાં કેળના ટીશ્યુ નું વાવેતર કર્યું હતું અને તેની ટ્રીટમેન્ટ એગ્રો સર્ચ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી રાત દિવસ એક કરી ખુબજ માવજત કરી કેળના ટિશ્યુ ને ઉછેર્યા હતા કેળ પરિપક્વ બનતા રેવા ફ્રૂટ એક્ષપોર્ટ દ્વારા ગલ્ફ કન્ટ્રી ઓમાન જેવા વિદેશમો એક્સપોર્ટ કરવામાં આવતા ઝઘડિયા તાલુકાને ગૌરવ અપાવ્યું હતું ખેડૂતે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મારા ખેતરમાં ઉછરેલા કેળાની એક લૂમનું વજન અંદાઝે 30 થી 35 કિલો જેટલું થઇ રહ્યું છે અને કુલ 7 એકર જમીનમાં પાકેલા કેળામાંથી અંદાઝે 20 લાખ રૂપિયાની આવક થશે તેમ ખેડૂતે જણાવ્યું હતું. ઝઘડિયા...

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચયુઅલ ઉપસ્થિતમાં ઈ-લાકાર્પણ કરાયું

Image
ભરૂચના ચાવજ સ્થિત અંડરપાસનું ઈ-લોકાર્પણ  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચયુઅલ ઉપસ્થિતમાં ઈ-લાકાર્પણ કરાયું  ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મીસ્ત્રીની પ્રેરક ઉપસ્થિત અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર દેશના ૫૫૪ જેટલા રેલવે સ્ટેશનોનો પુન:વિકાસ તેમજ ૧૫૦૦ રોડ ઓવર બ્રિજ તેમજ અંડરપાસનું શિલાન્યાસ અને ઉદ્ધાટન આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રરભાઈ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં પણ ચાવજ ગામ પાસે આવેલ રેલવે અંડરપાસનું ઉદ્ધાટન કરવામાં અવ્યું હતું.  ભરૂચમાં પણ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અંડપાસ લાકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, ચાવજ ખાતેથી પસાર થતો રેલવે અંડરપાસનું આજે લોકાપર્ણ કરતાં નેશનલ હાઈવે સાથે રોડ કનેકટીવીટીમાં વધારો થયો છે.સંજોગાવશત ટ્રાફિકના કારણે નાગરિકો પાસે અંડરપાસ થી નેશનલ હાઈવેવાળા રસ્તાનો ઉપયોગ કરવોનો નવો વિકલ્પ ઉપલબ્ધ થશે તેમ તેમણે લાકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કૌશિક પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી સમીતીના અધ્યયક્ષ...

સાયખા GIDC ની 06 કંપની સામે કાર્યવાહી, CCTV કેમેરા ન લગાવતા પોલીસનું તેંડુ

Image
હમ નહીં સુધરેંગેની નીતિ સાર્થક કરનાર સાયખા GIDC ની 06 કંપની સામે કાર્યવાહી, CCTV કેમેરા ન લગાવતા પોલીસનું તેંડુ 15 દિવસ પહેલાજ કંપનીમાં CCTV ન લગાવા સહિત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતીય કામદારોની નોંધણી ન કરાવા બદલ સાયખા GIDC ની 03 કંપનીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. વાગરા તાલુકામાં આવેલ સાયખા GIDC ની અલગ-અલગ કુલ 06 કંપની વિરુદ્ધ વાગરા પોલીસ ચોપડે જાહેરનામા ભંગનો ગુનો નોંધાતા ઉદ્યોગ જગતમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ઔદ્યોગિક હબ ગણાતા સાયખા GIDCમાં અનેક કંપનીઓ આકાર પામી છે. કંપનીઓમાં સેંકડો પરપ્રાંતીય કામદારો કામ કરી રહ્યા છે. ત્યારે કેટલીક વાર ચોરી, ધાડ, લૂંટ સહિતના અનેક બનાવો ભૂતકાળમાં બનેલ હોઈ જેની ગંભીરતા દાખવી ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કંપનીમાં CCTV કેમેરા લગાવવા, કોન્ટ્રાકટ અથવા કંપનીમાં કામ કરતા પરપ્રાંતીય કામદારોની સ્થાનિક પોલીસ મથકમાં નોંધણી કરાવવા સહિતના કેટલાક નિયંત્રણો જારી કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાની અમલવારી કરાવવા વાગરા પોલીસ સ્ટાફના માણસો સાયખા GIDC વિસ્તારમાં એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી અંગે ખ...

વડાપ્રધાનના મન કી બાતના છેલ્લા એપિસોડને ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌકોઈએ માણ્યો

Image
લોકસભા ચૂંટણી પહેલાના વડાપ્રધાનના મન કી બાતના છેલ્લા એપિસોડને ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌકોઈએ માણ્યો  મન કી બાતના 110 માં એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની હાજરીમાં ભાજપ જિલ્લા આગેવાનોએ નિહાળ્યો જિલ્લાના 1341 માંથી 1100 બુથો પર તમામ કાર્યકરોએ હવે 3 મહિના બાદ ફરી વડાપ્રધાન બની 111 મો એપિસોડ રજૂ કરવાના નરેન્દ્ર મોદીના કોલને વધાવ્યો ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પહેલાના છેલ્લા 110 માં એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં નિહાળવાનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યકમના રવિવારે 110 માં એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમૂહમાં ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે માણવાનું આયોજન કરાયું હતું. દેશની પ્રજા, ઉત્સવો, સંસ્કૃતિ, નવી પહેલ, પ્રેરણાદાયક પગલું અને સમાજ તેમજ દેશ માટે કઈ અલગ કરનારને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવવાનો મન કી બાત કાર્યકમ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસર થી મન કી બાત...

મહિલાને બે પ્રેમી સંબંધ રાખવો ભારે પડ્યો, અન્ય પ્રેમીએ ગુપ્તાંગ કાપી કરી હત્યા

Image
પરણિત મહિલાને બે પ્રેમી સંબંધ રાખવો ભારે પડ્યો, અન્ય પ્રેમીએ ગુપ્તાંગ કાપી કરી હત્યા અંકલેશ્વરના સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં ખૂની ખેલ ખેલાયો છે. પરિણીત મહિલા પોતાના પ્રેમી સાથે ઘરમાં હતી આ દરમિયાન બીજો પ્રેમી આવી ગયો હતો. વહેલી સવારે જ એકપ્રેમીએ દરવાજો ખખડાવ્યો હતો. ગુજરાત રાજ્યમાં ગુનાખોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પ્રેમ સંબંધને લઈ વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરના સારંગપુર ગામે પ્રેમી પંખીડાને નિવસ્ત્ર કરી નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યા કરી હત્યારો ફરાર થયો હતો. જોકે બાદમાં અફસોસ થતાં હત્યારો પોલીસ મથકે હાજર થયો હતો.  અંકલેશ્વરના સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં ખૂની ખેલ ખેલાયો છે. પરિણીત મહિલા પોતાના પ્રેમી સાથે ઘરમાં હતી આ દરમિયાન બીજો પ્રેમી આવી ગયો હતો. વહેલી સવારે જ એકપ્રેમીએ દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે દરવાજો ન ખોલતા લાંબા સમય બાદ ઘરમાં ઘૂસી પ્રેમીકા અને તેના બીજાપ્રેમીને ગુપ્તાંગના ભાગે ઘા ઝીકાયા અને ગુપ્તાંગ કાપી હત્યા કરી છે.  બે સંતાન ની માતા પરણિતાને ૨ અલગ અલગ પ્રેમી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. પરણિતા પ્રેમી સાથે હતી ત્યારે...

લોખંડની વિશાળ એંગલો ભરેલી ટ્રકને બ્રેક મારતા એંગલો ડ્રાઈવર કેબિન પર ચડી ગઈ, સદનસીબે ડ્રાઈવરનો બચાવ

Image
આવો અકસ્માત જોઈને તમારો હૈયુ કાપી ઉઠશે, અંકલેશ્વર સુરત જતી વેરાએ ગમખનાર અકસ્માત સર્જાયો, ડ્રાઇવર નો થયો આબાદ બચાવ લોખંડની વિશાળ એંગલો ભરેલી ટ્રકને બ્રેક મારતા એંગલો ડ્રાઈવર કેબિન પર ચડી ગઈ, સદનસીબે ડ્રાઈવરનો બચાવ https://youtu.be/Xst1AH3iZkg?si=_eTWC5rxuS_rYfmz અંકલેશ્વર રાજપીપળા ચોકડી સુરત તરફ જવાના માર્ગ ઉપર ભયજનક અકસ્માત સર્જાયો છે.જેમાં નેશનલ હાઇવે નંબર 48 પર એક ટ્રકચાલક લોખંડની ભારેખમ એંગલો લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક બ્રેક મારતા લોખંડની એંગલો આગળ ખસીને ડ્રાઈવર કેબીન પર પડી હતી. આ અકસ્માતમાં સદનસીબે કેબીનમાં રહેલા ડ્રાઈવરનો બચાવ થયો હતો. જેને રામ રાખે તેને કોણ ચાખે તેવી પણ ઘટના આજે અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર 48 પર સામે આવી હતી.જેમાં અમદાવાદ થી ટ્રકમાં લોખંડની એંગલો ભરી હૈદરાબાદ જાવા નીકળેલા ટ્રક ચાલક કરતાર ચૌધરી અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક પહોચતા અચાનકના આગળ એક કાર ચાલકે ઓવરટેક કરી કટ મારતા ટ્રકના ચાલકે બ્રેક મારતાંની સાથે જ લોખંડની મોટી અને વજનદાર એંગ્લો ટ્રકની આગળની કેબિન પર ચઢી હતી. સદનસીબે ચાલકનો.આબાદ બચાવ થયો હતો.જોકે મોટા એંગલો માર્ગ પર ફેલાઈ જતા ટ્રાફિક અવરોધાય...

મહમદ પુરા નજીક એક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ

Image
ભરૂચ ના મહંમદપુરા વિસ્તારમાં લાકડાના ડેન્સા પાસે બંધ મકાન માં ભીષણ આગ આગ પ્રસરતા ડેન્સા સહિત અન્ય મકાનો આગ ની ઝપટ માં પાલિકા ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવ્યો.  https://youtu.be/gqicDVqB7uM?si=SE5BmCsgRSJNDzKp મહંમદપુરા વિસ્તારમાં નાનુમિયા ગરનાળા લાલવાડી પાસે બંધ મકાન માં ભીષણ આગ લાગતાં તે પાસેના લાકડાના ડેન્સા સાથે અન્ય ચારેક મકાનો માં પ્રસરતા ગભરાટ સાથે દોડધામ મચી ગઇ હતી.ભરૃચ પાલિકા ફાયર બ્રિગેડ ના લાશ્કરોએ દોડી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો. ભરૃચના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની પાસે નન્નું મિયા ગરનાળા પાસે આવેલ લાલવાડી નજીક આવેલા લાકડાના એક ડેન્સા ના બંધ મકાન અચાનક આગ  લાગતા નાસભાગ મચી હતી .જે આગ ડેન્સા સાથે આસપાસ ના અન્ય ચારેક મકાનો માં પણ પ્રસરતા ડેન્સામાં પડેલા ગેસના બોટલો પણ આગના લીધે બ્લાસ્ટ થતાં એક તબક્કે ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. આગ ની જાણ થતાં ભરૃચ નગરપાલિકા ફાયર ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાન હાની થવા પામી નથી.તેમજ આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે. રિપોર્ટર ભરૂચ...