મહમદ પુરા નજીક એક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ

ભરૂચ ના મહંમદપુરા વિસ્તારમાં લાકડાના ડેન્સા પાસે બંધ મકાન માં ભીષણ આગ

આગ પ્રસરતા ડેન્સા સહિત અન્ય મકાનો આગ ની ઝપટ માં પાલિકા ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવ્યો. 

https://youtu.be/gqicDVqB7uM?si=SE5BmCsgRSJNDzKp

મહંમદપુરા વિસ્તારમાં નાનુમિયા ગરનાળા લાલવાડી પાસે બંધ મકાન માં ભીષણ આગ લાગતાં તે પાસેના લાકડાના ડેન્સા સાથે અન્ય ચારેક મકાનો માં પ્રસરતા ગભરાટ સાથે દોડધામ મચી ગઇ હતી.ભરૃચ પાલિકા ફાયર બ્રિગેડ ના લાશ્કરોએ દોડી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ભરૃચના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની પાસે નન્નું મિયા ગરનાળા પાસે આવેલ લાલવાડી નજીક આવેલા લાકડાના એક ડેન્સા ના બંધ મકાન અચાનક આગ 

લાગતા નાસભાગ મચી હતી .જે આગ ડેન્સા સાથે આસપાસ ના અન્ય ચારેક મકાનો માં પણ પ્રસરતા ડેન્સામાં પડેલા ગેસના બોટલો પણ આગના લીધે બ્લાસ્ટ થતાં એક તબક્કે ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો.


આગ ની જાણ થતાં ભરૃચ નગરપાલિકા ફાયર ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

સદનસીબે આગમાં કોઈ જાન હાની થવા પામી નથી.તેમજ આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે.







રિપોર્ટર ભરૂચ

દર્શન મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો