વડાપ્રધાનના મન કી બાતના છેલ્લા એપિસોડને ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌકોઈએ માણ્યો

લોકસભા ચૂંટણી પહેલાના વડાપ્રધાનના મન કી બાતના છેલ્લા એપિસોડને ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌકોઈએ માણ્યો

 મન કી બાતના 110 માં એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની હાજરીમાં ભાજપ જિલ્લા આગેવાનોએ નિહાળ્યો

જિલ્લાના 1341 માંથી 1100 બુથો પર તમામ કાર્યકરોએ હવે 3 મહિના બાદ ફરી વડાપ્રધાન બની 111 મો એપિસોડ રજૂ કરવાના નરેન્દ્ર મોદીના કોલને વધાવ્યો

ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પહેલાના છેલ્લા 110 માં એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં નિહાળવાનું આયોજન કરાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યકમના રવિવારે 110 માં એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમૂહમાં ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે માણવાનું આયોજન કરાયું હતું.

દેશની પ્રજા, ઉત્સવો, સંસ્કૃતિ, નવી પહેલ, પ્રેરણાદાયક પગલું અને સમાજ તેમજ દેશ માટે કઈ અલગ કરનારને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવવાનો મન કી બાત કાર્યકમ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસર થી મન કી બાત કાર્યકમ શરૂ કર્યો હતો. તેઓની લોકપ્રિયતાના સમકક્ષ જ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયામાં વસતા ભારતીયોમાં PM મોદીની મન કી બાત કાર્યકમ ખૂબ જ લોકચાહના મેળવી રહયો છે

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મન કી બાત ના 110 માં એપિસોડને કોલેજ રોડ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં નિહાળવા, સાંભળવા અને માણવામાં આવ્યો હતો. જેમાં ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, દિવ્યેશ પટેલ, નિશાંત મોદી, ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા.

ભરૂચ જિલ્લાના 1341 પૈકી 1100 બુથો પર મન કી બાત કાર્યકમના 110 માં એપિસોડને તમામ કાર્યકરોએ નિહાળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે 3 મહિના બાદ ચૂંટણી પછી ફરી વડાપ્રધાન બની 111 માં એપિસોડ સાથે દેશવાસીઓ અને ભારતીયો સમક્ષ હાજર થવાની વાત કરતા જ જિલ્લા ભાજપે વિધાવી લીધી હતી.

110 માં એપિસોડમાં વડાપ્રધાને માર્ચમાં મહિલા દિવસ નિમિત્તે ડ્રોન દીદી સાથે વાત કરી નારી શક્તિ અને દેશના વિકાસમાં મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું. સાથે જ ભારત એક વિચાર, યાત્રા અને વિવિધતામાં એક્તાની ભૂમિમાં પ્રાણ સ્થાને રહેલ સંસ્કૃતિ પર મન કી બાત કરી હતી.




રિપોર્ટર ભરૂચ

પિયુષ મીસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો