આવો અકસ્માત જોઈને તમારો હૈયુ કાપી ઉઠશે, અંકલેશ્વર સુરત જતી વેરાએ ગમખનાર અકસ્માત સર્જાયો, ડ્રાઇવર નો થયો આબાદ બચાવ
લોખંડની વિશાળ એંગલો ભરેલી ટ્રકને બ્રેક મારતા એંગલો ડ્રાઈવર કેબિન પર ચડી ગઈ, સદનસીબે ડ્રાઈવરનો બચાવ
https://youtu.be/Xst1AH3iZkg?si=_eTWC5rxuS_rYfmz
અંકલેશ્વર રાજપીપળા ચોકડી સુરત તરફ જવાના માર્ગ ઉપર ભયજનક અકસ્માત સર્જાયો છે.જેમાં નેશનલ હાઇવે નંબર 48 પર એક ટ્રકચાલક લોખંડની ભારેખમ એંગલો લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક બ્રેક મારતા લોખંડની એંગલો આગળ ખસીને ડ્રાઈવર કેબીન પર પડી હતી. આ અકસ્માતમાં સદનસીબે કેબીનમાં રહેલા ડ્રાઈવરનો બચાવ થયો હતો.
જેને રામ રાખે તેને કોણ ચાખે તેવી પણ ઘટના આજે અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર 48 પર સામે આવી હતી.જેમાં અમદાવાદ થી ટ્રકમાં લોખંડની એંગલો ભરી હૈદરાબાદ જાવા નીકળેલા ટ્રક ચાલક કરતાર ચૌધરી અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક પહોચતા અચાનકના આગળ એક કાર ચાલકે ઓવરટેક કરી કટ મારતા ટ્રકના ચાલકે બ્રેક મારતાંની સાથે જ લોખંડની મોટી અને વજનદાર એંગ્લો ટ્રકની આગળની કેબિન પર ચઢી હતી. સદનસીબે ચાલકનો.આબાદ બચાવ થયો હતો.જોકે મોટા એંગલો માર્ગ પર ફેલાઈ જતા ટ્રાફિક અવરોધાયો હતો.ઘટનાની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવી એંગલો હટાવી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.
રિપોર્ટર ભરૂચ
જ્યોતીન્દ્ર ગોસ્વામી
#gujaratniparchhai
Comments
Post a Comment