Posts

Showing posts from October, 2024

અંકલેશ્વર માંથી ઝડપાયું 5,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

Image
ગુજરાતમાં ફરી ઝડપાયું કરોડો રૂપિયાનું ડ્રગ્સ... ભરૂચના અંકલેશ્વરમાં ઝડપાયું 5,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ... રિપોર્ટર મનીષ કંસારા  ભરૂચના અંકલેશ્વર માંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું, દિલ્હી અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં હાથ ધર્યું હતું. અંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. ડ્રગ્સ સામે કેન્દ્ર સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ અને 'ડ્રગ ફ્રી ઈન્ડિયા કેમ્પેઈન' હેઠળ,    અંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. ડ્રગ્સ સામે કેન્દ્ર સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ અને 'ડ્રગ ફ્રી ઈન્ડિયા કેમ્પેઈન' હેઠળ, દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં હાથ ધર્યું હતું. મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે ગુજરાતના અંકલેશ્વરમાં આવકાર ફાર્મામાં સર્ચ દરમિયાન 518 કિલો કોકેન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે. આ અંગેની મળતી વિગતો અનુસાર દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન કર્યું હતું. જેમાં આવકાર ફાર્મા નામની ખાનગી કંપનીમાંથી 518 કિલો કોકેઇનનો જથ્થો...

વિજ્યાદશમીની તૈયારીના ભાગરૂપે પૂતળાં ને આપ્યો આખી ઓપ

Image
ONGC ગ્રાઉન્ડ પર રાવણ દહનનું કાઉન્ટડાઉન શરૂ; રાવણ-મેઘનાદ-કુંભકર્ણના વિશાળ પૂતળાનું નિર્માણ અંતિમ ચરણમાં વિજ્યાદશમીની તૈયારીઓને આખી ઓપ રિપોર્ટર પિયુષ મીસ્ત્રી, અંકલેશ્વર ઓ.એન.જી.સીના ગ્રાઉન્ડ ખાતે દશેરાને દિવસે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે, જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પર્વ એટલે કે દશેરાની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરમાં ઓએનજીસી ગ્રાઉન્ડ ખાતે પણ છેલ્લા ઘણા વર્ષોથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. જેમાં દશાનન રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવે છે, જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દશાનન રાવણના 46 ફૂટ, કુંભકર્ણના 45 ફૂટ અને મેઘનાદના 45 ફૂટ ઊંચા પૂતળાનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 48 વર્ષથી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા 50 દિવસથી કારીગરો પૂતળા બનાવવાની કામગીરીમાં જોડાયા છે. ત્રણ પૂતળા બનાવવામાં 24 ફૂટના 300થી વધુ બાંબુ, સાડી અને પેપરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના શિવકાશીની ભવ્ય આતીશબાજી પણ ર...

ગુરૂ ટ્યુશન ક્લાસીસના સંચાલકે સપ્લીમેન્ટરી તપાસવાના બહાને બોલાવી શારીરિક અડપલાં

Image
અંકલેશ્વરમાં ગુરૂ ટ્યુશન ક્લાસીસના સંચાલકે સપ્લીમેન્ટરી તપાસવાના બહાને બોલાવી શારીરિક અડપલાં કર્યા રિપોર્ટર જ્યોતીન્દ્ર ગોસ્વામી  અંકલેશ્વર શહેરના ગુરુ ટ્યુશન ક્લાસીસમાં સપ્લીમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરનાર સંચાલક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ જિલ્લામાં છેડતીના બનાવોમાં વધારો થયો છે ત્યારે, અંકલેશ્વર શહેરમાં ગુરુ ક્લાસીસ ચલાવતા નીતિન ચૌહાણના ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓની તેઓ દર અઠવાડિયે ટેસ્ટ લેતા હોય છે. સંચાલક અને શિક્ષક નીતિન ચૌહાણ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ટેસ્ટની સપ્લીમેન્ટરી તપાસવા આપે છે. ગત રોજ સાંજના સમયે સંચાલક નીતિન ચૌહાણ(ઉં.વ.40)એ સપ્લીમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની (ઉં.વ.19)ને ક્લાસીસ પર બોલાવી 'હું તને કેવો લાગુ છું' તેમ કહી વિદ્યાર્થિનીનો હાથ પકડી જબરજસ્તી કરી હતી. આ અંગે વિદ્યાર્થિનીએ શારીરિક છેડતી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી સંચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. #gujaratniparchhai 

શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભૃગુઋષિ મંદિર ખાતે સમૂહ સર્વપિતૃ તર્પણ આયોજન કરાયું

Image
સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભૃગુઋષિ મંદિર ખાતે સમૂહ સર્વપિતૃ તર્પણ આયોજન...!!! રિપોર્ટર પિયુષ મીસ્ત્રી, શ્રાદ્ધ પક્ષના પવિત્ર દિવસોમાં સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિને "સમૂહ સર્વપિતૃ તર્પણ" નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,  મનુષ્ય માત્ર ઉપર ત્રણ પ્રકારનાં ઋણ છે દેવઋણ,આચાર્ય ઋણ,અને પિતૃઋણ, શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે, પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એને જ શ્રાદ્ધ કહેવાય છે,આજરોજ તારીખ 2 ઓક્ટોબરને ભાદરવા વદ અમાસને શ્રાદ્ધપક્ષના અંતિમ દિવસના રોજ વિદ્વાન આચાર્ય કિરણભાઈ જોશી ના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા "સમૂહ સર્વપિતૃ તર્પણ" નું દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ભગવાન શ્રી ભૃગુઋષી મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું,ભૃગુઋષિ મંદિર ખાતે યોજાયેલ સમૂહ સર્વપિતૃ તર્પણ માં 40 જેટલા યજમાનો એ લાભ લીધો હતો. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ જનક પટેલ,બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ,શ્રી પરશુરામ ક...

ભરૂચ હેરિટેજ અને ભરુચ નગર પાલિકા ના સહયોગ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યો

Image
રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ અને ભરુચ નગર પાલિકા ના સહયોગ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સફાઈ અભિયાન યોજાયું રિપોર્ટર પિયુષ મીસ્ત્રી, આજ રોજ તારીખ ૨ જી ઓક્ટોબર ૨૦૨૪ (બુધવાર) એ ભરુચ નગર પાલિકા ના સહયોગ થી રોટરી ક્લબ ભરૂચ હેરીતેજ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સફાઈ અભિયાન અંતર્ગત જંબુસર બાય પાસ ચોકડી બ્રિજ નીચે રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ ના સભ્યો, સમાજ સેવકો, ભરૂચ નગર પાલિકા વાર્ડ નંબર ૧ ના નગર સેવકો અને ૬૦ થી વધુ સફાઈ કામદારો એ જંબુસર બાય પાસ ચોકડી બ્રિજ નીચે થી લઈ ને મુહમ્મદપુરા સર્કલ, મનુબર ચોકડી થી સિફા ચોકડી, મુખીય સ્થળો જેવા કે APMC માર્કેટ, બાય પાસ ચોકડી ના મુખ્ય માર્ગો વિગેરે ની સફાઈ હાથ ધરી. સાથે સાથે રેલી યોજી લોકો ને સફાઈ ની મહત્વતા વિશે સમજણ આપી. રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ ના પ્રમુખશ્રી એ સફાઈ માટે ની લોકો ને અપીલ કરી ને જણાવિયું કે આ અભિયાન ફકત આજ માટે નથી પણ રોજ સફાઈ કામદારો આ વિસ્તાર માં સફાઈ કરશે એની તકેદારી રાખીશું અને એનું સંપૂર્ણ ખર્ચ રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ ભોગવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ સેંટ જેવિયર સ્કૂલ માં રક્ત દાન શિબિર પણ યોજી હતી. #gujaratn...