ભરૂચ હેરિટેજ અને ભરુચ નગર પાલિકા ના સહયોગ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યો

રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ અને ભરુચ નગર પાલિકા ના સહયોગ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સફાઈ અભિયાન યોજાયું

રિપોર્ટર પિયુષ મીસ્ત્રી,



આજ રોજ તારીખ ૨ જી ઓક્ટોબર ૨૦૨૪ (બુધવાર) એ ભરુચ નગર પાલિકા ના સહયોગ થી રોટરી ક્લબ ભરૂચ હેરીતેજ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સફાઈ અભિયાન અંતર્ગત જંબુસર બાય પાસ ચોકડી બ્રિજ નીચે રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ ના સભ્યો, સમાજ સેવકો, ભરૂચ નગર પાલિકા વાર્ડ નંબર ૧ ના નગર સેવકો અને ૬૦ થી વધુ સફાઈ કામદારો એ જંબુસર બાય પાસ ચોકડી બ્રિજ નીચે થી લઈ ને મુહમ્મદપુરા સર્કલ, મનુબર ચોકડી થી સિફા ચોકડી, મુખીય સ્થળો જેવા કે APMC માર્કેટ, બાય પાસ ચોકડી ના મુખ્ય માર્ગો વિગેરે ની સફાઈ હાથ ધરી. સાથે સાથે રેલી યોજી લોકો ને સફાઈ ની મહત્વતા વિશે સમજણ આપી.




રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ ના પ્રમુખશ્રી એ સફાઈ માટે ની લોકો ને અપીલ કરી ને જણાવિયું કે આ અભિયાન ફકત આજ માટે નથી પણ રોજ સફાઈ કામદારો આ વિસ્તાર માં સફાઈ કરશે એની તકેદારી રાખીશું અને એનું સંપૂર્ણ ખર્ચ રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ ભોગવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ સેંટ જેવિયર સ્કૂલ માં રક્ત દાન શિબિર પણ યોજી હતી.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો