વિજ્યાદશમીની તૈયારીના ભાગરૂપે પૂતળાં ને આપ્યો આખી ઓપ

ONGC ગ્રાઉન્ડ પર રાવણ દહનનું કાઉન્ટડાઉન શરૂ; રાવણ-મેઘનાદ-કુંભકર્ણના વિશાળ પૂતળાનું નિર્માણ અંતિમ ચરણમાં

વિજ્યાદશમીની તૈયારીઓને આખી ઓપ

રિપોર્ટર પિયુષ મીસ્ત્રી,

અંકલેશ્વર ઓ.એન.જી.સીના ગ્રાઉન્ડ ખાતે દશેરાને દિવસે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે, જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.


આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પર્વ એટલે કે દશેરાની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરમાં ઓએનજીસી ગ્રાઉન્ડ ખાતે પણ છેલ્લા ઘણા વર્ષોથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. જેમાં દશાનન રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવે છે, જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

દશાનન રાવણના 46 ફૂટ, કુંભકર્ણના 45 ફૂટ અને મેઘનાદના 45 ફૂટ ઊંચા પૂતળાનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 48 વર્ષથી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા 50 દિવસથી કારીગરો પૂતળા બનાવવાની કામગીરીમાં જોડાયા છે. ત્રણ પૂતળા બનાવવામાં 24 ફૂટના 300થી વધુ બાંબુ, સાડી અને પેપરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મહારાષ્ટ્રના શિવકાશીની ભવ્ય આતીશબાજી પણ રાવણ દહનના કાર્યક્રમમાં અનેરું આકર્ષણ બનશે તો સાથે રામલીલા પણ રજૂ કરવામાં આવશે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો