શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભૃગુઋષિ મંદિર ખાતે સમૂહ સર્વપિતૃ તર્પણ આયોજન કરાયું

સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભૃગુઋષિ મંદિર ખાતે સમૂહ સર્વપિતૃ તર્પણ આયોજન...!!!

રિપોર્ટર પિયુષ મીસ્ત્રી,

શ્રાદ્ધ પક્ષના પવિત્ર દિવસોમાં સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિને "સમૂહ સર્વપિતૃ તર્પણ" નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, 

મનુષ્ય માત્ર ઉપર ત્રણ પ્રકારનાં ઋણ છે દેવઋણ,આચાર્ય ઋણ,અને પિતૃઋણ, શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે, પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એને જ શ્રાદ્ધ કહેવાય છે,આજરોજ તારીખ 2 ઓક્ટોબરને ભાદરવા વદ અમાસને શ્રાદ્ધપક્ષના અંતિમ દિવસના રોજ વિદ્વાન આચાર્ય કિરણભાઈ જોશી ના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા "સમૂહ સર્વપિતૃ તર્પણ" નું દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ભગવાન શ્રી ભૃગુઋષી મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું,ભૃગુઋષિ મંદિર ખાતે યોજાયેલ સમૂહ સર્વપિતૃ તર્પણ માં 40 જેટલા યજમાનો એ લાભ લીધો હતો.

આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ જનક પટેલ,બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ,શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ,ચેરમેન શૈલેષભાઈ દવે,પાંજરાપોળ ના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કૃણાલ દવે સહિતના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતા આપી હતી,

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો