ભરૂચ શહેર, અંકલેશ્વર શહેર, દહેજ, ઝઘડિયા વિગેરે માં બિહાર ચૂંટણીને ધ્યાને રાખી BJPનું સંપર્ક અભિયાન, સ્થાનિક બિહારી આગેવાનો સાથે બેઠક મળી

ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેર, અંકલેશ્વર શહેર, દહેજ, ઝઘડિયા વિગેરે માં બિહાર ચૂંટણીને ધ્યાને રાખી BJPનું સંપર્ક અભિયાન, સ્થાનિક બિહારી આગેવાનો સાથે બેઠક યોજાઇ


આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત બિહાર ભાજપના નેતાઓએ અંકલેશ્વરમાં બેઠક કરી હતી


    અંકલેશ્વરમાં ભાજપ દ્વારા બેઠકનું આયોજન

    બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ આયોજન

    સંપર્ક અભિયાનનો પ્રારંભ કરાયો

    બિહાર ભાજપના નેતા ડો.ગણેશ પ્રસાદ સિંહે લીધી મુલાકાત

    સ્થાનિક નેતાઓ સાથે કરી ચર્ચા વિચારણા


આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત બિહાર ભાજપના નેતાઓએ અંકલેશ્વરમાં બેઠક કરી હતી


આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી બિહારથી અંકલેશ્વર પધારેલા એક ભારત શ્રેષ્ઠ ભારત ના ભરૂચ જિલ્લાના અભિયાનના પ્રભારી ડૉ. ગણેશ પ્રસાદ સિંહે સ્થાનિક બિહારી સમાજ સાથે બેઠક કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા. 17 સપ્ટેમ્બર 2025થી લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જયંતિ તા. 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.ડૉ. ગણેશ પ્રસાદે વધુમાં ઉમેર્યું કે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા બિહારી ભાઈ-બહેનો એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતી વખતે એન.ડી.એ. સરકારને મજબૂત બનાવવા માટે સમર્થનમાં મતદાન કરવું જોઈએ.


આ પ્રસંગે ઉપસ્થિતસહ-કન્વીનર રાજીવ રાય ઉર્ફે પપ્પુ સિંહે જણાવ્યું કે ગુજરાતમાં રહેલો બિહારી સમાજ સદાય રાષ્ટ્રનિર્માણમાં અગ્રેસર રહ્યો છે અને આગામી સમયમાં પણ સમાજ એકજૂટ થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિઝનને સાકાર કરવામાં યોગદાન આપશે.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક બિહારી સમાજના પ્રતિનિધિઓ અને અશોક ઝા, ડૉ. જિતેન્દ્ર રાજપૂત, મધુ સિંહ વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ