Posts

Showing posts from September, 2025

ભરૂચના હાજી અહમદ મુન્શી આઈ.ટી.આઈ. ખાતે તાજેતરમાં એક પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું

Image
હાજી અહમદ મુન્શી આઈ.ટી.આઈ., ભરૂચ ખાતે પદવીદાન સમારોહ યોજાયો ભરૂચના હાજી અહમદ મુન્શી આઈ.ટી.આઈ. ખાતે તાજેતરમાં એક પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને વિશ્વકર્મા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. મુખ્ય મહેમાનો અને કાર્યક્રમની રૂપરેખા આ કાર્યક્રમમાં વી.સી. શાહ પટેલ સર્વિસિસ લિમિટેડ, દહેજના એક્ઝિક્યુટિવ એચ.આર. દૃષ્ટિ પટેલ, કલરટેક્સ કંપની, વિલાયતના પ્રોડક્શન મેનેજર વિરલ પ્રજાપતિ અને એચ.આર. એક્ઝિક્યુટિવ કિર્તિરાજ ડાભી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ યુનુસભાઈ પટેલ અને નિસાર સાહેબ, એડમિન આરીફ સાહેબ, ઇન્ચાર્જ આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાનના પઠનથી થઈ હતી, ત્યારબાદ યુનુસભાઈ પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું અને મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના એડમિન દ્વારા વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવ્યા બાદ નોકરી માટે જરૂરી સુરક્ષા અને શિસ્ત વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનું સન્માન અને માર્ગદર્શન વિવિધ ઉદ...

ભરૂચ શહેર, અંકલેશ્વર શહેર, દહેજ, ઝઘડિયા વિગેરે માં બિહાર ચૂંટણીને ધ્યાને રાખી BJPનું સંપર્ક અભિયાન, સ્થાનિક બિહારી આગેવાનો સાથે બેઠક મળી

Image
ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેર, અંકલેશ્વર શહેર, દહેજ, ઝઘડિયા વિગેરે માં બિહાર ચૂંટણીને ધ્યાને રાખી BJPનું સંપર્ક અભિયાન, સ્થાનિક બિહારી આગેવાનો સાથે બેઠક યોજાઇ આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત બિહાર ભાજપના નેતાઓએ અંકલેશ્વરમાં બેઠક કરી હતી     અંકલેશ્વરમાં ભાજપ દ્વારા બેઠકનું આયોજન     બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ આયોજન     સંપર્ક અભિયાનનો પ્રારંભ કરાયો     બિહાર ભાજપના નેતા ડો.ગણેશ પ્રસાદ સિંહે લીધી મુલાકાત     સ્થાનિક નેતાઓ સાથે કરી ચર્ચા વિચારણા આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત બિહાર ભાજપના નેતાઓએ અંકલેશ્વરમાં બેઠક કરી હતી આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી બિહારથી અંકલેશ્વર પધારેલા એક ભારત શ્રેષ્ઠ ભારત ના ભરૂચ જિલ્લાના અભિયાનના પ્રભારી ડૉ. ગણેશ પ્રસાદ સિંહે સ્થાનિક બિહારી સમાજ સાથે બેઠક કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા. 17 સપ્ટેમ...

સંસ્કાર વિદ્યાભવનની પ્રિન્સિપાલ અને કોઓર્ડિનેટરને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક્સેલન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા

Image
સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત SMCP સંસ્કાર વિદ્યાભવનની પ્રિન્સિપાલ અને કોઓર્ડિનેટરને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક્સેલન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા રિપોર્ટર,પિયુષમિસ્ત્રી  9574440823 SMCP સંસ્કાર વિદ્યાભવનની પ્રિન્સિપાલ શ્રીમતી શૈલજા સિંહને મહર્ષિ યુનિવર્સિટી ઑફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં પ્રતિષ્ઠિત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક્સેલન્સ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ તેમને શિક્ષણ ક્ષેત્રે કરેલા તેમના અદભુત યોગદાન માટે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી શ્રી તીરથસિંહ રાવત દ્વારા અર્પણ કરવામાં આવ્યો. ગૌરવમાં વધુ ઉમેરો કરતાં, શાળાની કોઓર્ડિનેટર શ્રીમતી સિંધુ સુનિલને પણ PAAI ના સ્થાપક શ્રી હર્ષવર્ધન સિંહ દ્વારા આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતના 21 રાજ્યોમાંથી કાશ્મીરથી કેરળ અને પંજાબથી બિહાર સુધીના 150 પ્રતિષ્ઠિત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ સમારંભમાં માનનીય મહાનુભાવો જેમ કે શ્રી આર.પી.સિંહ (જૉઇન્ટ સેક્રેટરી, સ્કિલ એજ્યુકેશન, CBSE), ડૉ. સુબ્રમણિયમ શર્મા (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પૌત્ર), શ્રી નરેન્દ્રકુમાર (CBSE રિસોર્સ પર્સન અને ...

ચૂંટણી હોઈ કે હોદા માટે વિતરણ હોઈ લેટર વાયરલ કાંડ તો થશે

Image
ભરૂચ ના રાજકારણ માં ફરી એક વખત લેટર વાયરલ થવાનો સિલસિલો યથાવત  આદરણીય શ્રી મનસુખભાઇ તમે ભ્રષ્ઠાચારીઓ, માફીયાઓ અને ગુંડાઓની સામે લડો છો તમને ખુબ ખુબ અભિનંદન સાચા અર્થમાં પક્ષના મુલ્યોનું તમેજ રક્ષણ કરો છો. સરકારનો પારદર્શક વહીવટને પણ તમેજ રક્ષણ કરો છો અને કરાવો છો. પ્રકાશ દેસાઇ જેવા ગુંડાની સામે પણ તમે જ લડી શકો બીજા કોઇની હીમ્મત નથી. તમને પ્રભુ ખુબ ખુબ શક્તિ આપે માં દુર્ગા તમારૂ સદા રક્ષણ કરે તેવી પ્રાર્થના. પ્રકાશ દેસાઇ એ રેતી માફીયા ખાણ ખનીજ, ક્વોરીવાળા તથા કેમીકલ ઇન્ડસ્ટ્રીઝવાળાઓ જે બે નંબરનો ધંધો કરવા વાળાઓ આ બધા એ ભેગા મળી તમને હરાવવાની સોપારી પ્રકાશ દેસાઇને આપી હતી અને તેનું પરીણામ ડેડીયાપાડા તથા ઝગડીયા વિધાનસભામાં તમને કેટલો બધો માર પડયો છે. ચૈતર વસાવાને કુંડમાં આ ટોળકીએ ખુબ મોટું ભંડોળ આપ્યુ હતું અને પ્રકાશ દેસાઇના માથે આપણા પક્ષમાથી કોઇ મોટા નેતાના ચાર હાથ છે. તેથી આ ચોર પ્રકાશે ડેડીયાપાડા મોતીસિંગ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય રીતેશ વસાવા તથા જીલ્લા ભાજપના મોટા ગજાના નેતાઓને નિષ્ક્રીય કરી દિધા હતા. પરંતુ ધારાસભ્યો ઇશ્વરભાઇ પટેલ, રમેશ મિસ્ત્રી, અરૂણસિંગ રાણા, ...