દહેજના બિરલા કોપર ટાઉનશિપ ખાતે હવાઈ હુમલામાં બિલ્ડીંગ ધરાશાયી, આગના બનાવ અને ગેસ લીકેજ જેવી પરિસ્થિતિઓ માટે તંત્રની તત્પરતાનું પ્રદર્શન

બિરલા કોપર દહેજ ટાઉનશીપ ખાતે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું


રિપોર્ટર,પિયુષ મિસ્ત્રી 



ગૃહ મંત્રાલય (MHA) ના નિર્દેશો અનુસાર, નાયબ કલેક્ટર શ્રી નિકુંજ પટેલ અને વાગરા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રીમતી મીના પટેલની દેખરેખ હેઠળ તાલુકા લેવલે મોક ડ્રીલ યોજવામાં આવી હતી.  આ કવાયતમાં સિમ્યુલેટેડ કટોકટીની પરિસ્થિતિઓ માટે તૈયારીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું

૧. હવાઈ હુમલો: આગ ફાટી નીકળવાની પ્રતિક્રિયા અને સ્થળાંતર

૨. મકાન ધરાશાયી થવું: બચાવ કામગીરી અને તબીબી સહાય

૩. ગેસ લિકેજ: નિયંત્રણ પગલાં અને સ્થળાંતર

*મુખ્ય હાઇલાઇટ્સ:*


- ૭૯૦ થી વધુ પરિવારના સભ્યોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા

- *હવાઈ હુમલો:* ૮ ઘાયલોને બચાવી લેવામાં આવી, બધાને તબીબી સહાય મળી

- *મકાન ધરાશાયી થવું:* કાટમાળમાંથી ૨ ઘાયલોને બચાવી લેવામાં આવ્યા, સમયસર તબીબી સહાય મળી

- *ગેસ લિકેજ:* ૨ વ્યક્તિઓને અસરગ્રસ્ત, બચાવી લેવામાં આવ્યા અને સ્થિર કરવામાં આવ્યા

- પીએસ ચૌધરી ડીવાયએસપી અને પીઆઈ પાટીદારના નેતૃત્વમાં પોતાની સુરક્ષા, ફાયર અને તબીબી ટીમો અને જિલ્લા પોલીસ સહિત કટોકટી સેવાઓ તરફથી તાત્કાલિક પ્રતિભાવ, સંયુક્ત રીતે કવાયત હાથ ધરવામાં આવી હતી.

- સરકારી તબીબી ટીમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (ડીએમસી) સહિતની એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન

- પરિવારો અને બાળકોના સંપૂર્ણ સમર્થન સાથે ટાઉનશીપમાં ૧૯:૩૦ થી ૨૦:૦૦ કલાક સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો.

દહેજના બિરલા કોપર ટાઉનશિપ ખાતે હવાઈ હુમલામાં બિલ્ડીંગ ધરાશાયી, આગના બનાવ અને ગેસ લીકેજ જેવી પરિસ્થિતિઓ માટે તંત્રની તત્પરતાનું પ્રદર્શન

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી બિરલા કોપર ટાઉનશિપ ખાતે હવાઇ હુમલો થયો હતો. જેમાં બપોરે ચાર કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે ફોન મારફત ઉપરોક્ત સ્થળો પર હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી હતી. જેના પગલે સાઇરન વગાડીને હવાઈ હુમલો થવા અંગેની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી. સાઇરનનો સંકેત મળતાની સાથે જ કંપની ટાઉનશિપ અને અન્ય આજુબાજુના નાગરિકોએ નજીકના સુરક્ષિત સ્થળે આશ્રય મેળવ્યો હતો. 

 હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું.  વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. ગણતરીની મીનીટમાં જ ફાયર, પોલીસની ટીમો, એમ્બ્યુલન્સ સહિતના આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી. વિવિધ ટીમો અને આપદામિત્રોની મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી. 

ઇમર્જન્સીના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા ટેમ્પરરી હોસ્પિટલ ખાતે ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા લોકોન એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ૧૨ જેટલા લોકો ઘવાયા હતા જેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચતા કરવામાં આવ્યા હતા. જ્યારે ૭૯૦ જેટલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રયસ્થાને લઈ જવાયા હતા. આશ્રયસ્થાને મેડિકલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી. મોકડ્રિલ દરમિયાન ભરૂચ જિલ્લા સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટરશ્રી નિકુંજ પટેલ, વાગરાના મામલતદારશ્રી મીના પટેલ, જંબુસરના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી. એલ. ચૌધરી, મરીન પીઆઈ શ્રી બી .મ.પાટીદાર, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી બી. કે. સિંહ અને ટીમ, તાલુકા ટીડીઓ અઘિકારીશ્રી, દહેજના આપતી વ્યવસ્થાપન કો ઓર્ડીનટર, જીઆઇડીસી ના અધિકારીઓ, બિરલા કોપર ટાઉનશિપના પ્રેસિડેન્ટ શ્રી કુમારવેલ, સિક્યુરિટી અધિકારીશ્રી કર્નલ જેપીએસ ખૈરા તેમજ લાયઝન ઓફિસર શ્રી અનુપમ સિંહ અને મહત્વના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ મોકડ્રિલ માટે બીરલા કોપર દહેજ ટીમ દ્વારા ખૂબજ સુંદર આયોજન માટે ડ્યુટી નાયબ કલેકટરશ્રી નિકુંજ પટેલ અને અન્ય અધિકારીઓ ખૂબ ખુબ આભાર વ્યકત કર્યો.

#Gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ