ભોદર ગામે આતાપી સેવા ફાઉન્ડેશન અને NCCSD અમદાવાદ ના સહયોગથી નવા ખેડૂત મહીલા ખેડૂત પ્રોજેક્ટ અંતર્ગત મહિલા ખેડૂત વિકાસ તાલીમનું આયોજન

આજરોજ જંબુસર તાલુકાનાં ભોદર ગામે આતાપી સેવા ફાઉન્ડેશન અને NCCSD અમદાવાદ ના સહયોગથી નવા ખેડૂત મહીલા ખેડૂત પ્રોજેક્ટ અંતર્ગત મહિલા ખેડૂત વિકાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર

આતાપી સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જંબુસર તાલુકાના નાના અને સીમાંત 4000 + ખેડૂતો સાથે ટકાઉ ખેતી અને મહિલા ખેડૂત વિકાસ કાર્યક્રમ ચાલી રહ્યા છે તે અંતર્ગત આજે NCCSD ના સહયોગ થી ભોદર ગામે મહિલાઓ સાથે કુશળ ખેતી અને નવી ટેકનોલોજી, વેલ્યુ એડિસન, નેચરલ ફાર્મિંગ , મહિલાની ખેતીમાં ભાગીદારી અને મહત્વ, મહિલાઓએ કરેલ સફળ ખેતી, કુશળ ખેતી ના અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું આ પ્રસંગે NCCSD સંસ્થા તરફથી શ્રી,કિરીટ શૈલત સર, IAS (Rtd) સન્નીભાઈ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આતાપી સેવા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી તુષારભાઈ, ગ્રામ સેવક શ્રી યોગેશભાઈ અને આતાપી સ્ટાફ જેમાં ગામની મહિલાઓ અને પુરુષ ખેડૂતોએ ભાગ લીધો હતો. 

 આ કાર્યક્રમ દરમ્યાન સામોજ, નહાર, ભોદર અને અમનપુર ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

કાર્યક્રમમાં NCCSD થી આવેલ શનીભાઈ પટેલે મહિલાઓના વિકાસ અને ગૃહ ઉદ્યોગ વિશે તેમજ સરકારી યોજના જોડાણ વિશે માહિતી આપી હતી. તથા તુષારભાઇ એ ગૃહ ઉદ્યોગ અને મહીલા ઓ આત્મ નિર્ભર થઇ

આગળવધે તે માટે પ્રોત્સાહન આપ્યું. કિરીટ શૈલત સર એ મહીલાઓ ખેતી માં નવી ટેક્નોલોજી થી આગળ વધે તે માટે પ્રોત્સાહન આપ્યું તથા મહીલા ખેડુતો અને પુરુષ ખેડુતો એ પ્રાકૃતિક ખેતી ના પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતાં

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ