ત્રણ નોટિસ બાદ પણ દબાણો ન હટાવતા તંત્રએ કંથારીયા ગામ નજીક JCB ફેરવાયું ઓલ0

કંથારીયા પાસે ત્રણ નોટિસ બાદ પણ દબાણો ન હટતાં તંત્રએ JCB ફેરવ્યું

ભરૂચ-જંબુસર નેશનલ હાઈવે પર કંથારિયા ગામ નજીક આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. 

નેશનલ હાઈવે ઓથોરિટી અને વહીવટી તંત્રની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી. હાઈવે ઓથોરિટીએ પહેલાં દબાણકર્તાઓને ત્રણ નોટિસ આપી હતી. રિક્ષામાં ફરીને જાહેરાત પણ કરવામાં આવી હતી. છતાં દબાણો ન હટાવતા તંત્રએ કડક પગલાં લીધા હતા.


પ્રાંત અધિકારી મનિષા માનાણી, તાલુકા PI પ્રકૃતિ ઝણકાટ, મામલતદાર માધવી મિસ્ત્રી અને નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જૈમિન શાહની ટીમે JCB સાથે પહોંચી કામગીરી શરૂ કરી હતી. વિસ્તારમાં ઉત્તેજના ફેલાઈ હતી, પરંતુ કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો નહોતો. નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જૈમિન શાહે જણાવ્યું કે બે દિવસમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે. ભવિષ્યમાં દબાણો ન થાય તે માટે તંત્ર સતત મોનિટરિંગ કરશે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ