વર્કશોપ કાર્યક્રમ વાગરા ના બ્રહ્માકુમારી સેન્ટર વાગરા ખાતે યોજવામાં

 “મારો તાલુકો હરિયાળો તાલુકો” વર્કશોપ સામાજીક વનીકરણ વિભાગ, ભરૂચ રેંજ-વાગરા દ્વારા બ્રહ્માકુમારી સેન્ટર, વાગરા ખાતે યોજાયો.

રિપોર્ટર,મનીષ કંસારા 

ભરૂચ: ઉર્વશીબેન પ્રજાપતિ નાયબ વન સંરક્ષક, ભરૂચના માર્ગદર્શન હેઠળ વિજયકુમાર ચૌધરી મદદનીશ વન સંરક્ષક ભરૂચ ના અધ્યક્ષ સ્થાને “મારો તાલુકો હરિયાળો તાલુકો” વર્કશોપ કાર્યક્રમ બ્રહ્માકુમારી સેન્ટર વાગરા ખાતે યોજવામાં આવ્યો. જેમાં જીતેન્દ્રસિંહ સિંધા, હરેશભાઈ પટેલ, બ્રહ્માકુમારી ચૈતાલી દીદી ખેતીવાડી અધિકારી દિલીપભાઈ fpo ભરૂચ ચેરમેન ગિરીશભાઈ પટેલ, ગ્રીન પ્લાય વુડ સંજયભાઈ મિશ્રા, વી. વી. ચારણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાગરા વનપાલ વાગરા ઓ.એસ. મિશ્રા અને વન રક્ષક એન ટી પગોર અને બહોળા પ્રમાણમાં ખેડૂતો અને બહેનો હાજર રહ્યા હતાં.

જેમાં ખેડૂતોને નીલગીરી વાવેતર ઉત્પાદન અને માર્કેટિંગ લગત માહિતીથી અવગત કરવામાં આવ્યા હતાં.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ