વન વિભાગે ગોઠવેલા પાંજરામાં કદાવર દીપડો કેદ થતા ગામ જનનોએ રાહતનો શ્વાસ લીધો

ઉછાલી ગામની સીમમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં કદાવર દીપડો કેદ

ગ્રામજનોની રજૂઆતના પગલે વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું

અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો કેદ થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ગ્રામજનોની રજૂઆતના પગલે વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું.

ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ સહિતના આદિવાસી વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાઈ છે. હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો દેખા દે છે. ઉછાલી ગામમાં દીપડો જોવા મળતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

દીપડો દેખાતાં ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે તાત્કાલિક પગલાં લેતાં ગામની સીમમાં પાંજરું ગોઠવ્યું હતું. આજે સવારના સમયે દીપડો પાંજરામાં કેદ થયો હતો. આ સમાચાર ફેલાતાં જ લોકોના ટોળેટોળાં દીપડાને જોવા ઉમટ્યા હતા.

વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી દીપડાને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી શરૂ કરી છે. ચાર દિવસ પહેલાં પણ અંકલેશ્વરના ખરોડ ગામમાં એક દીપડો પાંજરામાં પકડાયો હતો. વન્યજીવો જંગલ વિસ્તાર છોડીને શહેરી વિસ્તાર તરફ આવી રહ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ