શ્રેયાંશનાથ ભગવાન તીર્થે સાતમી સાલગીરીની ઊજવણી કરાઇ

પાદરા તાલુકાના કુરાલ સ્થિત શ્રેયાંશનાથ ભગવાન તીર્થે સાતમી સાલગીરીની ઊજવણી


કુરાલ સ્થિત શ્રેયાંશનાથ ભગવાન તીર્થે સાતમી સાલગીરીની ઊજવણી કુરાલ ગામે આશરે ૭૦૦વર્ષ પહેલા શ્રેયાંશ નાથ ભગવાન જે મૂળનાયક કહેવાય છે. તેમનો પૂર્ણ ઇતિહાસ એવો છે કે જમીનમાંથી કુરાલ ગામે પાંચ મૂર્તિઓ નીકળી હતી.અને કુરાલ ગામમાં જૈન મંદિર બનાવવામાં આવેલ હતું. 

સમ્યાન્તરે આજથી પાંચ વર્ષ પહેલા જંબુસર પાદરા હાઈવે કુરાલ ખાતે સુશીલાબેન શાંતિચંદ ભગુભાઈ ઝવેરી (સુરત) પરિવાર દ્વારા કિશોરભાઈ ઉર્ફે બિલ્લાભાઈ ઝવેર ના સ્વ દ્રવ્યથી ભવ્ય જૈન તીર્થ 2019 માં નવ નિર્મિત બનાવવામાં આવ્યું હતું. જે તીર્થંકરના નો વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી આજદિન સુધી જૈન સાધુ, સાધ્વી,શ્રાવક ભક્તો લાભ લઈ રહ્યા છે. 

આજે આ તીર્થની સાતમી સાલગીરી પ્રારંભે શ્રેયાંશનાથ દાદા ની ધાર્મિક રીતે રિવાજ મુજબ પૂજા વિધિ, ભજન, કીર્તન,સત્સંગ અને ધ્વજારોહણ વિધિ પૂજય આચાર્ય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ,પંન્યાસ ગિતાર્થ રત્ન વિજય મહારાજ ની ખાસ ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત મંત્રોચ્ચાર થકી કરી હતી.કિશોરભાઈ સંઘવી, ડોક્ટર જય ભાઈ, તથા દીપભાઈ પરિવાર સહિત ધ્વજારોહણ લાભ લીધો હતો. 

મહારાજ શ્રી એ આશીર્વચનપાઠવતા જણાવ્યું હતું કે બિરાજમાન થતા ભગવાન અને ચઢતી ધજાના દર્શન કરવા ભાગ્યશાળીને મળે છે.ધજા ચડે છે આકાશમાં,પરંતુ બંધાયેલી શિખરને છે જેથી બધા પૂજે છે. જીવનમાં ગમે તેટલા ઉપર જઈએ પરંતુ પરમાત્મા સાથે બંધાયેલા રહેવું જોઈએ તેમ કહી ઝવેરી પરિવાર પરમાત્મા પ્રત્યે અનુરાગ,ભક્તિ સાથે ગુરુ ધર્મને સમર્પિત છે.આ પેઢીની રગેરગમાં દેવગુરુ ધર્મ પ્રત્યે સુંદર જૈન શાસનની પરંપરા ની ભક્તિ કરતો રહે, જૈન સંઘમાં જોડાયેલા રહે પરિવારનું ઉત્થાન થાય તેવી શુભ મંગલ કામના પાઠવી હતી. સાલગીરી પ્રસંગે શ્રાવક ભાઈ બહેનોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળતો હતો. શ્રેયાંશ નાથ ભગવાનની પૂજા દર્શન કરી ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે નીરજભાઈ જૈન, ચતુરવિધ સંઘ, જૈન સમુદાય અગ્રણીઓ, હોદ્દેદારો, સહિત શ્રાવક ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ