પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર બે ઇસમો વૃધ્ધ મહિલાના ૧.૮૦ લાખના દાગીના લઇને ફરાર

નેત્રંગની ઘટના- પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર બે ઇસમો વૃધ્ધ મહિલાના ૧.૮૦ લાખના દાગીના લઇને ફરાર 


ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ

આજે સોનાની ચેનની ચોરી થઇ છે તેની તપાસમાં અમને ઉપરથી મોકલ્યા છે એમ કહીને મહિલાને વિશ્વાસમાં લીધી

ચોરનો ખોટો ડર બતાડી પાકીટમાં મુકાવેલ દાગીના ચેક કરવાના બહાને સોનાના પાટલા ઉઠાવી ગયા 

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ ખાતે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને બે ઇસમો એક વૃધ્ધ મહિલાના સોનાના રૂપિયા ૧.૮૦ લાખના દાગીના લઇને છુ થઇ ગયા હતા.નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ ગામે અંકલેશ્વર રોડ પર રહેતા જ્યોતિબેન ઇશ્વરભાઇ દેસાઇ નામના ૬૮ વર્ષીય મહિલા તેમના ઘરે એકલા રહે છે.તેમની પાસે બે તોલા વજનનો સોનાનો દોરો અને ત્રણ તોલા વજનના સોનાના પાટલા હતા,જે તેઓ પહેરી રાખતા હતા.

 ગતરોજ તા.૧ લીના રોજ જ્યોતિબેન બપોરના બાર વાગ્યાના અરસામાં બેન્કના કામ માટે નેત્રંગના જીનબજાર ખાતે આવેલ બેન્કમાં ગયા હતા. બેન્કનું કામ પતાવીને તેઓ ચાલતા ચાલતા ઘરે પાછા જતા હતા,તે દરમિયાન એક અજાણ્યો ઇસમ તેમની પાસે આવ્યો હતો અને તેણે પોતે પોલીસ હોવાનું જણાવી કહ્યું હતું કે આજે એક બહેનની સોનાની ચેઇન કોઇ લઇને જતું રહ્યું હોવાથી તેની તપાસ માટે અમને ઉપરથી અહિંયા મોકલેલ છે. તેમ કહીને તે ઇસમે જ્યોતિબેનને વિશ્વાસમાં લઇને તેમણે પહેરેલ સોનાના દાગીના પાકીટમાં મુકી દેવા જણાવ્યું હતુ. જ્યોતિબેને આ અજાણ્યા ઇસમની વાતોમાં આવી જઇને તેમણે પહેરેલ દાગીના પોતાના પાકીટમાં મુકી દીધા હતા. ત્યારબાદ પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપનાર અજાણ્યા ઇસમે જ્યોતિબેને દાગીના બરાબર પાકીટમાં મુક્યા છે કે કેમ તે જોવાનું કહીને જ્યોતિબેન પાસે પાકીટ માંગ્યું હતું. તેથી જ્યોતિબેને તેને પાકીટ આપતા તે ઇસમે પાકીટ ચેક કરીને જ્યોતિબેનને પાછું આપી દીધું હતું. ત્યારબાદ એક બીજો અજાણ્યો ઇસમ મોટરસાયકલ લઇને આવતા આગળ આવેલ ઇસમ ફટાફટ મોટરસાયકલ પર બેસી ગયો હતો અને તે લોકો ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ જ્યોતિબેનને શક જતા તેમણે પાકીટ ખોલીને જોયું તો તેમાં સોનાનો દોરો હતો પણ પાટલા (બંગડી) ગાયબ હતા. જ્યોતિબેન મોટરસાયકલ પર ભાગતા ઇસમોની પાછળ બુમો પાડતા દોડવા લાગેલ પરંતું તેઓ ઉભા રહ્યા નહતા. આ ઘટનામાં પોલીસ તરીકે ખોટી ઓળખ આપનાર અજાણ્યા બે ઇસમો જ્યોતિબેનને વિશ્વાસમાં લઇને રૂપિયા ૧.૮૦ લાખની કિંમતના સોનાના પાટલા (બંગડી)લઇને નાશી ગયેલ હોઇ નેત્રંગ પોલીસે જ્યોતિબેન દેસાઇની ફરિયાદ મુજબ ઉપરોક્ત બે અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ