550 જેટલા પીએમ આવાસના સર્વે માટે વધુ 15 દિવસ અપાયા

550 તલાટીઓને પીએમ આવાસ કામગીરી માટે ના વધુ 15 દિવસ અપાયાં

સર્વેની કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી રાખવામાં આવી હતી

ગરીબ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે તે માટે ઘરે ઘરે જઈને ઓનલાઈન સર્વેની કામગીરી તલાટીઓને આપવામાં આવી હતી. પરંતુ તલાટીઓ પાસે મહેસૂલ ઉઘરાવવા સહિત અન્ય ઘણી કામગીરી હોવાના કારણે રાજ્ય તલાટી મંડળે કામગીરી નહીં કરવા માટે આદેશ કરતા તલાટીઓએ સર્વેની કામગીરી બંધ કરી દીધી હતી.

બીજી તરફ સર્વે માટેનું પોર્ટલ પણ ધીમું ચાલતું હોવાના કારણે સર્વેની કામગીરી ધીમી પડી હતી. સર્વેની કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી રાખવામાં આવી હતી ત્યારબાદ રજૂઆતોના પગલે સરકારે સર્વેની તારીખ લંબાવી 15 ફેબ્રુઆરી સુધીની કરવામાં આવી છે. તલાટી મંડળે તમામ તલાટીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરીમાં જોડાઇ જવા ફરમાન કર્યું છે. જેના પગલે ભરૂચ જિલ્લાના 550 તલાટીઓ સર્વેની કામગીરીમાં જોડાયા છે. પરંતુ ઘરે ઘરે જઈને લાભાર્થીના ઘરનો વિડીયો સહિતની માહિતી સ્થળ પરથી અપલોડ કરવાની હોય છે. પરંતુ સર્વર ધીમું ચાલતું હોવાના કારણે ઘણો સમય વેડફાઇ રહ્યું છે. માર્ચ મહિનો આવી રહ્યો છે.

લાભાર્થીની હયાતી તપાસ કરવા 1.5 એમબી નો વિડીયો ઉતારીને અપલોડ કરી ત્યારબાદ ઘરના ફોટા અને જોબકાર્ડ અપલોડ કરવો પડે છે. એક લાભાર્થીનું ફોર્મ ભરતા જો તમામ પુરાવા મેચ થાય તો 10 થી 15 મિનિટ અને જો સર્વર સમસ્યા, આધાર કાર્ડ અને જોબકાર્ડના નામ મેચ સહિત બેન્ક ઇ-કેવાયસી નહીં હોય તેવા કિસ્સામાં 30 મિનિટ જેટલો સમય લાગે છે. તો કેટલીક વખતે સર્વેમાં બીજા દિવસે પણ જવું પડે છે. આમ રોજ 10 થી 15 જેટલા ઘરોનું સર્વે થઈ શકે છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ