ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સતર્કતાના ભાગરૂપે HMPV વાયરસને લઈ અલિયાદો આઇસોલેશન વોર્ડ કાર્યરત કરાયો

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં HMPV વાયરસને લઈ તકેદારીના ભાગરૂપે ખાસ વોર્ડ તૈયાર કરાયો

કોવિડબાદ હ્યુમન મેટાપ્યુમોવાયરસને લઈ ચિંતાનું મોજું ઉભું થયું છે. દેશમાં અત્યાર સુધી બેંગ્લોર અને અમદાવાદમાં બે કેસ સામે આવ્યા છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સતર્કતાના ભાગરૂપે HMPV વાયરસને લઈ અલિયાદો આઇસોલેશન વોર્ડ કાર્યરત કરાયો છે. જ્યાં ઓક્સિજન, વેન્ટિલેટર અને ટીમને પણ તહેનાત કરી દેવાય છે.

આ વાયરસના લક્ષણો પણ શરદી, ખાંસી અને તાવના જ છે. જોકે શ્વાસ લેવામાં તકલીફ અને ન્યુમોનિયાની અસર વર્તાઈ તો તુરંત તબીબનો સંપર્ક કરી આઇસોલેટ થવા સલાહ અપાઈ રહી છે. જોકે આ વાયરસ કોરોના જેવો ઘાતક નહિ હોવાનું સિવિલના તબીબો જણાવી રહ્યાં છે.


શરદી, ખાંસી, તાવની નોર્મલ દવાઓ સાથે જરૂર જણાય તો માસ્ક પહેરવા, ગરમ પાણી પીવા અને હોમ આઈસોલેટ રહેવાની સલાહ અપાઈ રહી છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ