નેત્રંગ ફોરેસ્ટરે ખેડુતો પાસે રૂ.૬૦૦૦ વિવાદ ચરમસીમાએ

ભરૂચ વનવિભાગના મુખ્ય અધીકારીઓ ફોરેસ્ટરને બચાવા માટે પુરી તાકાત લગાવી

નેત્રંગ ફોરેસ્ટરે ખેડુતો પાસે રૂ.૬૦૦૦ વિવાદ ચરમસીમાએ 


પોતાની તરફેણમાં નિવેદન લખાવા ફોરેસ્ટર ખેડુતોને રૂપિયા આપ્યાના અહેવાલ 

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ વનવિભાગના રાઉન્ડ ફોરેસ્ટર હરીલાબેન વસાવા આદિવાસી ખેડુતોને પોતાના માયાજાળમાં ફસાવી ૨૦૦ વધુ ખેડુતો પાસેથી રૂ.૬૦૦૦ ગેરકાયદેસર ઉઘરાવ્યાનો પદૉફાશ થયો છે.એક ડાયરીમાં પોતાના હાથે લખેલા હિસાબ-કિતાબ બહાર પડ્યો છે.ખેડુતોને સૌરપંપ ફિટ કરી આપનાર ફામૉ ઇરીગેશન એજન્સીના માલીકે હારૂણ કડીવાલા જણાવ્યું હતું કે,ફોરેસ્ટર હરીલાબેન વસાવા મારા નામે ખેડુતદીઠ રૂ.૬૦૦૦ ઉઘરાવ્યા છે.મને એક રૂપિયો આપ્યો નથી.તેમ છતાં ભરૂચ વનવિભાગના મુખ્ય અધીકારી પોતાના માનીતા ફોરેસ્ટર હરીલાબેન વસાવાને બચાવા મેદાને ઉતયૉ છે.નેત્રંગના મોરીયાણા નસઁરી ઉપર ભરૂચ મુખ્ય વન અધીકારી અને ફોરેસ્ટરે બંધબારણે સાથે મળીને પોતાના તરફેણના ખેડુતોને બોલાવી રૂ.૬૦૦૦ એજન્સીના માલીકે ઉઘરાવ્યા છે તેવા નિવેદન લીધાનું માલુમ પડ્યું છે.ફોરેસ્ટર હરીલાબેન વસાવાએ પોતાના તરફેણમાં ખેડુતો નિવેદન આપે તે માટે રાત્રીએ ઘરે જઈને આથિઁક રકમની ચુકવણી કરી છે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.ભરૂચ વનઅધીકારી શા માટે ફોરેસ્ટરને બચાવા માટે ખુલ્લેઆમ ખોટી કામગીરી કરી રહ્યા છે તે લોખમુખે ચચૉય રહ્યું છે.ભરૂચ મુખ્ય વન અધીકારીની કામગીરી શંકાના દાયરામાં જણાઇ રહી છે.હાલ આદિવાસી ખેડુતોમાં ભારે નારાજગી સાથે આક્રોશ જણાઇ રહ્યો છે.


:- મારા નામ ઉપર ફોરેસ્ટરે રૂ.૬૦૦૦ ઉઘઝરાવ્ય છે :- એજન્સી માલીક હારૂણ કડીવાલા


નેત્રંગ તાલુકામાં સૌરપંપ ફિટ કરવાની કામગીરી કરૂ છું.નેત્રંગ ફોરેસ્ટર હરીલાબેન વસાવાએ મારા નામ ઉપર ખોટી રીતે રૂ.૬૦૦૦ ઉઘરાવ્યા છે,અને તેમાંથી મને એકપણ રૂપિયો આપ્યો નથી.સૌરપંપ ફિટ કરવાની કામગીરી ચાલુ છે.

:- તટસ્થ તપાસ નહીં થાય તો વનવિભાગને તાળાબંધી કરીશું : કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ 


નેત્રંગ તાલુકાના ખેડુતો પાસે ફોરેસ્ટર રૂ.૬૦૦૦ ઉઘરાવ્યાની ફરીયાદ છે.પ્રધાનમંત્રી-કુસુમ સૌરપંપ આપવાની યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે.આદિવાસી ખેડુતોને ન્યાય નહીં મળે તો નેત્રંગ વનવિભાગ કચેરીને તાળાબંધી કરી દેવામાં આવશે.


:- ફોરેસ્ટરે ખેડુતો પાસે રૂ.૬૦૦૦ ઉઘરાવ્યા તેની ફરીયાદ આવી છે :- નાયબ કાયઁપાલક ઇજનેર (ડીજીવીસીએલ)


ખેડુતોના ખેતરમાં સૌરપંપ નાખી આપવાની કેન્દ્ર સરકારની યોજના હતી.કંપની દ્વારા જે-તે એજન્સી નક્કી કરાઇ હતી.તેમને સવઁ કરવાની કામગીરી સોંપાઇ હતી.એજન્સી પાસે જ સૌરપંપ નાખી આપવાની સત્તા છે.ફોરેસ્ટર ખોટી રીતે રૂ.૬૦૦૦ ઉઘરાવ્યા તેવી ખેડુતોએ મને ફરીયાદ કરી છે.વનવિભાગને આ યોજના સાથે કોઈ લેવાદેવા જ નથી.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ