ગાંધીબજાર કુમાર શાળાના ૦૯ ઓરડાનું ખાતમુહુર્ત ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા કરાયું

નેત્રંગના ગાંધીબજાર કુમાર શાળાના ૦૯ ઓરડાનું ખાતમુહુર્ત ધારાસભ્યે કયુઁ

 રૂ.૨૫ લાખના ખચઁ તુલસી ફળિયામાં ગટરલાઇનનું પણ ખાતમુહુર્ત કરાયું

ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર વિસ્તારમાં કાયઁરત કુમાર શાળાના જજઁરીત-ખંડેર હાલતમાં રહેલા ઓરડા તોડી પાડવામાં આવ્યા હતા.કુમાર શાળામાં ૦૯ જેટલા ઓરડાના નવીનીકરણના કામગીરીની મંજુરી મળતા ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાએ ખાતમુહુર્ત વિધી સંપન્ન કરવામાં આવી હતી.ત્યારબાદ નેત્રંગના ગાંધીબજાર વિસ્તારના તુલસી ફળીયામાં વરસાદી પાણીની ગંભીર સમસ્યાના નિવારણ માટે રૂ.૨૫ લાખના ખર્ચ ગટરલાઇનની નિમૉણની કામગીરી કરવામાં આવનાર છે.તેનું ખાતમુહુર્ત ધારાસભ્ય રિતેશભાઇ વસાવાના હસ્તે કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.જે દરમ્યાન નેત્રંગ જી.પંચાયત સભ્ય વષૉબેન દેશમુખ,નેત્રંગ તા.પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા અને ગ્રા.પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ સહિત વિવિધ પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ