જિલ્લા કક્ષાના કલામહાકુંભને ખુલ્લો મુકતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ

ભરૂચના અંકલેશ્વર ખાતે જિલ્લા કક્ષાના કલામહાકુંભને ખુલ્લો મુકતા ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલ

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ એફ.ડી.ડી.આઈ.કોલેજ અંકલેશ્વર ખાતે યોજાયો હતો. આજે યોજાયેલા કલા મહાકુંભને ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના મહાનુભાવોની હાજરીમાં દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા યુવા અધિકારીશ્રી મિતા બેન ગવલીએ પ્રસંગને અનુરૂપ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું કે, પ્રતિભાને વધુને વધુ નિખારતો આ કલા મહાકુંભ છે. 

ભરૂચનાઅંકલેશ્વર,વાલિયા,હાંસોટ,ઝઘડિયા,નેત્રંગ,જંબુસર,વાગરા,આમોદ અને ભરૂચ તાલુકાઓના ૧૫૦૦ ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેમાં લોક નૃત્ય,ગરબા,રાસ,સમૂહગીત,લગ્નગીત,સર્જનાત્મક કારીગરી,ચિત્રકલા,લોકગીત,ભરતનાટ્યમ, સહીત ૨૩ જેટલી અલગ અલગ કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

સ્ટેજ કાર્યક્રમ બાદ મહાનુભાવોએ કલા મહાકુંભ અંતર્ગત ચાલતી વિવિધ સ્પર્ધાઓની મુલાકાત કરી સ્પર્ધકોની કૃતિઓની પ્રસંસા કરી બિરદાવી, પૃચ્છા સાથે હળવાસની પળો માણી હતી.


આ પ્રસંગે, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભરૂચ સ્વાતિ બા રાઓલ, જિલ્લા યુવા અધિકારી શ્રીમતી મીતાબેન ગવલી, અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી હિંમતભાઈ, નોટિફાઈડ સંગઠન પ્રમુખ શ્રી જય તેરૈયા, આગેવાનશ્રી એફ. ડી. આઈ. કોલેજના પ્રાચાર્ય, અન્ય અધિકારીશ્રીઓ, નિર્ણાયકો અને મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. 

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ