સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ભરૂચમાં કરુણા અભિયાન અંતર્ગત કાર્યશિબિર યોજાયો

ભરૂચ ધ્વારા કરૂણા અભિયાન અંતર્ગત કાર્યશિબિર યોજાઇ

ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર માટે કરૂણા હેલ્પલાઇન નંબર:- ૮૩૨૦૦૦૨૦૦૦ તથા વન વિભાગ ૨૪x૭ ફેલ્પલાઇન નંબર-૧૯૨૬ અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નંબર-૧૯૬ર ઉપર જાણ કરવા નાગરિકોને અપીલ કરાઇ 

ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરી દ્વારા પક્ષીઓને થતી ઇજાઓ નિવારવા અને ઇજા પામેલા પક્ષીઓને ત્વરીત સારવાર મળી રહે તે હેતુસર દર વર્ષે સરકારશ્રી દ્વારા કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ ધ્વારા રોટરી કલબ – ભરૂચ ખાતે જીવદયા ક્ષેત્રમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ. CISF અંકલેશ્વર યુનિટના સભ્યો, ફાયર ડીપાર્ટમેન્ટના કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાયેલા સભ્યો. સ્કુલ/કોલેજના વિદ્યાર્થીઓ, અને વન વિભાગના કર્મચારીઓને કરૂણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત How to Handle Injured bird ( ઘાયલ પક્ષીને સારવાર આપવા બાબતે) શું કાર્યવાહી કરવી તે બાબતની કાર્યશિબિરનું આયોજન તા.૦૭/૦૧/૨૦૨૫ના રોજ કરવામાં આવ્યું હતું. 

સદરહુ કાર્યશિબિરમાં સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષકશ્રી વી.એમ.ચૌધરી એ ઘાયલ પક્ષીઓને સારવાર આપવા બાબતે શું કાર્યવાહી કરવી તે બાબતે સમજ આપવામાં આવેલ અને ઘાયલ પક્ષીઓ જોવા મળે તો વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કરૂણા હેલ્પલાઇન વોટ્સએપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ તથા વન વિભાગ ૨૪x૭ ફેલ્પલાઇન નંબર-૧૯૨૬ અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નંબર-૧૯૬ર ઉપર જાણ કરવા તેમજ કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી નિદાન કેન્દ્રનો સંપર્ક નંબર મેળવવા માટે QR CODE સ્કેન કરવા કાર્યશિબિરમાં ઉપસ્થિત લોકોને અપીલ કરવામાં આવેલ હતી. 


વધુમાં પશુચિકીત્સકશ્રી ડો.વિશ્વાસ ડોમાડીયા અને આકાશભાઇ પટેલ - રેસ્ક્યુ એન્ડ રીહેબ ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓને બચાવવા તેમજ સારવાર આપવા બાબતે શું કાર્યવાહી કરવી તે બાબતે વિગતવાર સમજ પ્રેઝન્ટેશન મારફતે આપવામાં આવી હતી. આ કાર્યશિબિરમાં જીવદયા ક્ષેત્રમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિ અને સંસ્થા સાથે જોડાયેલા સભ્યો. સ્કુલ/કોલેજના વિદ્યાર્થીઓ, CISF અંકલેશ્વર યુનિટના સભ્યો અને વન વિભાગના કર્મચારીઓ મળી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલ હતો.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ