ભરૂચની કલેકટર કચેરી ખાતે ચાલતાં આધારકાર્ડ કેન્દ્ર પર લોકોને પારાવાર હાલાકી

આધાર માટે નિરાધાર‎; સવારે 9 વાગ્યે સેન્ટર ખુલતા પહેલાં જ અરજદારોની‎લાગતી કતાર, દિવસમાં માત્ર 80 જ કાર્ડની કામગીરી‎

ભરૂચની કલેકટર કચેરી ખાતે ચાલતાં આધારકાર્ડ કેન્દ્ર પર લોકોને પારાવાર હાલાકી‎

ભરૂચની કલેકટર કચેરી ખાતે આધારકાર્ડ સેન્ટરની બહાર યુવાઓથી માંડી વયસ્કોની કતાર જોવા મળી રહી છે તેનું કારણ છે સેન્ટરમાં ચાલતી ધીમી કામગીરી અને ફીંગર પ્રિન્ટ મેચ નહિ થવા. સવારે 9 વાગ્યાથી કતારમાં ઉભા રહેતાં લોકોનો સાંજે 5 વાગ્યા સુધી પણ નંબર લાગતો નથી. આધારકાર્ડ સેન્ટરના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, શિયાળાના કારણે વયસ્કોના ફિંગરપ્રિન્ટ લેવામાં મુશ્કેલી પડી રહી છે.


આ બાબતે અમે જયારે અરજદારો સાથે વાત કરી ત્યારે તેમણે કહયું હતું કે, એક અરજદારના કાર્ડ પાછળ 30 મિનિટથી વધારેનો સમય કર્મચારીઓ લઇ રહયાં છે અને ફોર્મ આપી 25 દિવસ બાદ ફરી આવવા કહેવામાં આવે છે. શહેર કરતાં ગામડાઓમાંથી આવતાં લોકોની હાલત કફોડી જોવા મળી રહી છે. સરકારની દરેક યોજના માટે હવે આધારકાર્ડ ફરજિયાત હોવાથી લોકોને કતારમાં ઉભા રહયાં સિવાય છુટકો નથી. વૃદ્ધથી લઈને માતાઓ પોતાના જન્મજાત બાળકોને ખભે તેડીને લાઈનોમા ઉભા રહે છે.

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે જેને લઈને વૃદ્ધ લોકોના લોહીનું પરિભ્રમણ સામાન્ય કરતા ઓછું હોય છે જેને લઈને કેન્દ્રમાં વૃદ્ધ દાદા દાદીઓને બેસાડીને થંપ વેરિફિકેશન મેચ થતું નથી જેને લઈને 4-5 વખત પ્રોસેસ કરવી પડે છે તેમ છતાં ન મળતા તેઓને ધક્કા ખાવાનો વારો આવે છે.

હાલ આધાકાર્ડ ખુબ જરૂરી બની ગયું છે. એક મહિલા 3 મહિના બાળકને આંગણવાડીનો લાભ મળી રહે તે માટે બીજી વખત આવી પહોંચી હતી. અને સવારથી લાઈનોમાં ઉભી રહી હતી. મહિલા સિંધોત ગામથી ભરૂચ કલેકટર ઓફિસ ખાતે આવી હતી. સવારે 9 વાગ્યાથી બાળકીને લઇને કતારમાં માતા ઉભી રહી હતી.

કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ સર્વર ધીમું ચાલે છે તેમ કહીને ધક્કા ખાવા પડે છે. નોકરી ધંધો છોડીને લોકોએ કલાકો જનસેવા કેન્દ્રમાં સમય આપી રહ્યા છે.લાઈનમાં ઉભા રહ્યાને અંતે કર્મચારીઓ દ્વારા માત્ર ફોર્મ આપી અને ફોર્મ પર આવતા વખતે આવજો કહીને એક તારીખ આપી દેવામાં આવે છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ