દુધ મંડળીને સહકાર ભારતી તરફથી એવોર્ડ-સન્માનપત્ર એનાયત

ચાસવડ દુધ મંડળીને સહકાર ભારતી તરફથી એવોર્ડ-સન્માનપત્ર એનાયત

ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ-વાલીયા તાલુકામાં વસવાટ કરતાં પશુપાલકો અને આમ પ્રજાની જીવાદોરી સમાન શ્રી નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકાર મંડળી લી.ને રાષ્ટ્રીય કક્ષાની એવી વૃદ્ધિ-શુદ્ધિ અને સમૃદ્ધિના મંત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય,બિન રાજકીય સહકારી સંગઠન એવા સહકાર ભારતી તરફથી નોંધપાત્ર કામગીરી માટે એવોર્ડ-સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જ્યંતિભાઇ કેવટ મહામંત્રી ગુજરાત પ્રદેશ,સુરેશભાઇ આહિર,ધનજીભાઈ પરમાર પ્રમુખ મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ નવેઠાની વિશેષ ઉપસ્થિતમાં ભરૂચ ખાતે યોજાયેલ સહકાર ભારતીના ૪૮માં સ્થાપના દિન ઉજવણી કરવામાં આવી હતી.ચાસવડ ડેરના પ્રમુખ કવિભાઇ વસાવાએ તમામનો આભાર વ્યક્ત કરીને ચાસવડ ડેરી અને સભાસદો સવૉગી વિકાસ માટે કટિબદ્ધ છું તેવું જણાવ્યું હતું.

#gujaratniparchhai 



Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ