ચાલોદ તેમજ ભેરસમ – સાયખાં માર્ગ પરથી મોટા પ્રમાણમા માટી ખનન વપરાતા સાધન સહિત ચાર કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો

ચોલાદ ગામે ગેરકાયદે માટી ખનન પર છાપો; તેમજ ભેરસમ – સાયખાં માર્ગ પરથી ચાર કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો

પ્રાંત અધિકારીએ ભરૂચના ચોલાદની સીમમાંથી ત્રણ પોકલેન્ડ અને વાગરાના ભેરસમ- સાયખાં રોડ ઉપરથી છ હાઈવા ટ્રક સિઝ કર્યા, ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજનું ખોદકામ કરતા




https://youtu.be/78eSCKRpg9g?si=YZ0P6mcZ902UsLM0

તત્વો પર વહીવટી તંત્ર એ લગામ કસવા કમર કસી છે.આ અંગે અનેક વિધ ફરિયાદો ઉઠવા પામી હતી.જેને પગલે ખનીજ ચોરી કરતા તત્વો માં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા ના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણી એ એક પછી એક જગ્યા એ પોતાની ટીમ ને લઈ ગેરકાયદે ખનન ની ચાલતી પ્રવૃત્તિ સ્થળે પહોંચી કાયદેસર ની કાર્યવાહી ને અંજામ આપી રહ્યા છે.ત્યાંજ ગતરોજ નાયબ કલેકટર મનીષા મનાણી ને ભરૂચ ના ચોલાદ ગામે ગેરકાયદે માટી ખોદકામ ચાલતુ હોવાની માહિતી સાંપડી હતી.

માહિતી મળવા સાથેજ મહિલા અધિકારી પોતાની ટીમ ને લઈ રાત્રી ના અંધકારમાં નીકળી પડ્યા હતા.ચોલાદ ની સીમમાં અવાવારૂ સ્થળે પહોંચી જઇ ગેરકાયદે માટી ખોદકામ કરતા ત્રણ પોકલેન્ડ જેની કિંમત આશરે ૧.૫ કરોડ રૂપિયા ના વાહનો ને સીઝ કરી તાલુકા પોલીસ ના હવાલે કર્યા હતા.જ્યારે વાગરા ના સાયખાં- ભેરસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીના વહન કરવા સંકળાયેલ છ હાઈવા ટ્રક જે પૈકી ત્રણ માટીથી ભરેલા અને ત્રણ ખાલી હાલતમાં ઝડપી પાડયા હતા.છ હાઈવા જેની કિંમત રૂપિયા ૨.૪ કરોડના મુદ્દમાલ કબ્જે લઈ વાગરા પોલીસ ને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.હાલ તો મહિલા અધિકારી ની કાર્યવાહી ને લઈ ખનીજ નું ગેરકાયદે ખોદકામ કરતા તત્વોમાં રીતસરનો ખોફ ફેલાઈ જવા પામ્યો છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ