અંગદાનની જન જાગૃતિ ફેલાવવા પરંપરાગત પતંગોત્સવ યોજાયો

સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રકતદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનની જન જાગૃતિ ફેલાવવા પરંપરાગત પતંગોત્સવ યોજાયો

ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રકતદાન નેત્રદાન અને દેહદાન,અંગદાન માટે જન જાગૃતિ ફેલાવવા માટે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ મહોત્સવ આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં ભરૂચના આગેવાનો હાજર રહીને અંગદાન કરનાર પરિવારજનોનુ સન્માન કરાયું હતું.

ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્ય શહેર- જિલ્લામાં કરવામાં આવતા હોય છે જેમાં મહત્વનું અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી.જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન,નેત્રદાન,દેહદાન અંગદાન પ્રત્યે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે પતંગ ઉત્સવની ઉજવણી કરતો હોય છે અને દેહદાન અને અંગદાન કરનારના પરિવારજનોનું સન્માન પણ કરાય છે.

જેના ભાગરૂપે આ વર્ષે પણ પરંપરાગત પતંગોત્સવનુ આયોજન શહેર હોસ્ટેલ ગ્રાઉન્ડ સેવાશ્રમ રોડ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો.આ પતંગ ઉત્સવમાં પતંગો ઉપર રક્તદાન, નેત્રદાન, અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી લોકોમાં જનજાગૃતિ ફેલાવાનો પ્રયાસ કર્યો હતો.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, માં મણીબાના ટ્રસ્ટના સ્થાપક ધનજી પરમાર,સંકલ્પ ફાઉન્ડેશન ના પ્રમુખ સંજય તલાટી સહિત સભ્યોએ અંગદાન, દેહદાન, નેત્રદાન કરનારા લોકો અને તેમનાં પરિવારજનોને સન્માન કરવામાં આવ્યા હતાં.ત્યાર બાદ બાળકોએ પતંગોત્સવનો આનંદ માણ્યો હતો.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ