માંડવા ગામે સરકારી પ્રાથમિક શાળામાં આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો

અતુલ ફાઉન્ડેશન અને સેવારૂલર ઝઘડિયા નાં સહયોગ થી આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો 

અતુલ ફાઉન્ડેશન અને સેવારૂલર ઝઘડિયા નાં સહયોગ થી ભરૂચ જિલ્લાનાં માંડવા ગામે સરકારી પ્રાથમિક શાળામાં આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો હતો. 

જેમાં માંડવા, અંદાડા, જુના કાંસિયા, નવા કાંસીયા ગામનાં અને આજુબાજુનાં ગામોમાં થી પણ લાભાર્થીઓએ ભાગ લીધો એમાં જરૂરિયાતમંદ લોકો ને મફત ઓપરેશન માટે ઝઘડિયા સેવારૂરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે લોકો ને નંબર હોય તેમને નંબર વાળા ચશ્માં આપવામાં આવ્યા હતા તેમજ લોકો ને આંખ માં નાખવાની દવા આપી. 

આ કેમ્પ નો ઉદ્દેશ સમાજ નાં જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકો ને આનો લાભ મળી શકે. અતુલ ફાઉન્ડેશન એ સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે. સેવારૂરલ ની અનુભવી તબીબો ની ટીમ આવી હતી અતુલ ફાઉન્ડેશન માંથી સલીમ કડીવાલા અને અતુલ કંપની માં થી દિવ્યકાન્ત જોગ અને નટુભાઈ પટેલ, દીક્ષિત પટેલ ગામનાં આગેવાન સરપંચે અતુલ કંપની માંથી આવેલા અધિકારી ઓ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ