ભરૂચ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી નાં અધ્યક્ષ સ્થાને શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો

ભરૂચ જિલ્લા રચનાત્મક કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત અંબે માતા વિદ્યાલય, ભરૂચ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી નાં અધ્યક્ષ સ્થાને શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો 

ભરૂચ જિલ્લા રચનાત્મક કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત અંબેમાતા વિદ્યાલય, ભરૂચ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી નાં અધ્યક્ષ સ્થાને શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો હતો.

વિદ્યાર્થીઓનાં ભણતર અને ઘડતરની પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ એટલે વાર્ષિકોત્સવ.


ભરૂચ જિલ્લા રચનાત્મક કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત અંબે માતા વિદ્યાલય, ભરૂચ ખાતે શાળાનાં વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓની સુષુપ્ત શકિતઓને ઉજાગર કરનાર વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.


  આ આયોજન પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી એ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં રહી શાળાનાં બાળકોને પ્રોત્સાહિત કરી તેમનામાં ઉત્સાહ વધાર્યો હતો અને સાથે સાથે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે આ કાર્યક્રમમાં સંસ્થાના વડીલ ટ્રસ્ટીઓ તેમજ વાલીઓએ હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.

 ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા ટ્રસ્ટી મંડળનાં સભ્યો દ્વારા દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્વાગતગીત દ્વારા પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પધારેલ ભરૂચ જિલ્લા રચનાત્મક કલ્યાણ ટ્રસ્ટના વડીલ ટ્રસ્ટીઓ, બહેનો અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


આ સમગ્ર કાર્યક્રમમાં 34 કૃતિઓ રજૂ થઈ હતી. દરેક બાળકોએ અદભૂત કલાકૌશલ્ય બતાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.


આ સમારંભમાં સ્વાતિબા રાઓલ (જિલ્લા શિક્ષણાધિકારી-ભરૂચ), ધર્મેશભાઈ મિસ્ત્રી (જિ.૫. કારોબારી અધ્યક્ષ), દિવ્યેશભાઈ પરમાર (શિક્ષણ નિરીક્ષક-ભરૂચ) આ સમારંભમાં સ્વાતિબા રાઓલ (જિલ્લા શિક્ષણાધિકારી-ભરૂચ), ધર્મેશભાઈ મિસ્ત્રી (જિ.૫. કારોબારી અધ્યક્ષ), દિવ્યેશભાઈ પરમાર (શિક્ષણ નિરીક્ષક-ભરૂચ), ડૉ.ગંગુબેન સ્કુલ નાં આચાર્ય મનહરભાઈ વાઘેલા, બી.એચ. મોદી સ્કુલ નાં આચાર્ય હરેન્દ્રસિંહ સિંધા,ગામડિયાવાડ પ્રાથમિક મિશ્રા શાળાનાં આચાર્ય મેમણ, હિતેશભાઈ મિસ્ત્રી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


આમ ભરૂચ જિલ્લા રચનાત્મક કલ્યાણ ટ્રસ્ટ અને અંબે વિદ્યાલયની સમગ્ર ટીમ નાં સહયોગથી આખો કાર્યક્રમ ખૂબજ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

#gujaratniparchhai 




Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ