આંગણવાડીમાં બાળકો પગરખા વિનાના પરંતુ મહાનુભવોએ બાળકોની સામે જ ટીવી લોકાર્પણની રીબીન કટીંગ કરી પગરખા સાથે ફોટો સેશન કરાવતા ફોટા સોશિયલ મીડિયા ઉપર ચર્ચા નું કેન્દ્ર બન્યું

બાળકોને શિક્ષણનો અભાવ છે કે મહાનુભાવને.‌.? 

ભરૂચમાં આંગણવાડીમાં મહાનુભવો સરસ્વતીના મંદિરમાં જ પગરખા સાથે.. બાળકો પગારખા વિનાના..

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહાનુભવનું બુદ્ધિનું પ્રદર્શન સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર..?

સામાન્ય રીતે શૈક્ષણિક શાળાઓને વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભગવાનનું મંદિર માનતા હોય છે અને ભગવાનના મંદિરમાં જ જો કોઈ પગરખા સાથે આવે તો ભરૂચના પશ્ચિમ વિસ્તારની આંગણવાડીમાં મહાનુભવો ફોટો સેશનમાં ભાન ભૂલ્યા હોય તે પ્રકારે બાળકો પગરખા વિનાના પરંતુ મહાનુભવો પગારખા સાથે જોવા મળતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ ચર્ચાનું કેન્દ્ર બનતા જ ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.


શૈક્ષણિક શાળા એટલે સ્કૂલ અને સ્કૂલને બાળકો અને શિક્ષકો સરસ્વતી દેવીનું મંદિર માનતા હોય છે પરંતુ ઘણી વખત કાર્યક્રમમાં મહા અનુભવો દેવીના મંદિરનું માંન જાળવવાનું ભાન ભૂલીને ફોટો સેશન કરાવતા હોય છે આવો જે કિસ્સો ભરૂચના પશ્ચિમ વિસ્તારની એક આંગણવાડીમાં ટીવી લોકાર્પણ પ્રોજેક્ટમાં મહાનુભવ ભાન ભૂલ્યા હોય અને બાળકોનું સરસ્વતી દેવીનું મંદિર ગણાતું આંગણવાડીમાં બાળકો પગરખા વિનાના પરંતુ મહાનુભવોએ બાળકોની સામે જ ટીવી લોકાર્પણની રીબીન કટીંગ કરી પગરખા સાથે ફોટો સેશન કરાવતા ફોટા સોશિયલ મીડિયા ઉપર ચર્ચા નું કેન્દ્ર બન્યા છે અને સાચા અર્થમાં બાળકોને શિક્ષણની જરૂર છે કે મહાનુભવોને તેવા સવાલો પણ ઊભા થયા છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ