અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ

ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં આગ ફાટી નિકળતા દોડધામ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 


અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આગની ઘટનામાં સતત વધારો થયો છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આગનો બનાવ,

ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં આગ

ધુમાડાના ગોતેગોટા નજરે પડયા

ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો

સદનસીબે કોઈ જાનહાની નહીં

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આગની ઘટનામાં સતત વધારો થયો છે.ત્યારે આજરોજ બપોરના અરસામાં ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં આગની ઘટના સામે આવી હતી.

કંપનીના સી-૯માં અચાનક આગ ફાટી નીકળતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી.આગને પગલે ડી.પી.એમ.સી ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ૬ જેટલા ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.


ઘટના અંગેની જાણ મામલતદાર કરણસિંહ રાજપૂતને થતા તેઓ અન્ય અધિકારીઓ સહીત પોલીસ અધિકારી સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા.આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ