અંકલેશ્વર શહેર વિસ્તારમાં વાસણની દુકાનની આડમાં ચાલતું ગેસ રિફિલિંગ ઝડપી પાડ્યું

ભરૂચ એસઓજી ની ટીમે અંકલેશ્વર શહેર વિસ્તારમાં વાસણની દુકાનની આડમાં ચાલતું ગેસ રિફિલિંગ ઝડપી પાડ્યું

ભરૂચ એસઓજી ની ટીમે અંકલેશ્વર શહેર વિસ્તારમાંથી વાસણની દુકાનની આડમાં ચાલતું ગેસ રિફિલિંગ ઝડપી લીધું હતું. 

ઉચ્ચ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ એસઓજી પીઆઇ એ.એ.ચૌધરી તથા પીઆઇ એ.એચ.છૈયા દ્વારા એસઓજી સ્ટાફની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

દરમિયાન એસઓજી ની ટીમને અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે મીરાનગર ખાતે આવેલ ખુશી વાસણ ભંડાર નામની દુકાનમાં રામનિવાસ ઉર્ફે ચીન્ટુ નામનો ઈસમ દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે. એસઓજી ની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને ખુશી વાસણ ભંડાર નામની દુકાનમાં તપાસ કરતા રાંધણગેસની ૧૫ કિલોની ખાલી બોટલ નંગ- ૦૧, ૧૫ કિલોની ગેસ ભરેલ બોટલ નંગ-૦૩, ૦૫ કિલોની ગેસની ખાલી અને ભરેલ બોટલ નંગ-૦૭, વજન કાંટો નંગ-૦૧ તેમજ ગેસ રિફિલિંગમાં વપરાતી પાઈપ નંગ ૦૧ મળી આવેલ. પોલીસે અનધિકૃત રીતે એક ગેસની બોટલમાથી બીજી બોટલમાં ગેસ ટ્રાન્સફર કરવાની જોખમી પ્રવૃત્તિ અંતર્ગત આ ગુના હેઠળ રામનિવાસ ઉર્ફે ચીન્ટુ શિવચંદ્ર યાદવ રહે. રાજપીપલા રોડ મીરા નગર અંકલેશ્વરનાને ઝડપી લઇને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. એસઓજીની ટીમે આ ગુના હેઠળ કુલ રૂપિયા ૭૩૦૦/-નો મુદ્દામાલ કબજે લીધો હતો.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ