સ્વ. મહમંદ રફી ઓલ ગુજરાત ગીત સ્પર્ધામાં ભરૂચનાં વયસ્ક સ્પર્ધક બીજા ક્રમે

સ્વ. મહમંદ રફી ઓલ ગુજરાત ગીત સ્પર્ધામાં ભરૂચનાં વયસ્ક સ્પર્ધક બીજા ક્રમે

શ્રી મનોરંજન સ્ટુડિયો ગાંધીનગર આયોજીત સ્વ. મહમંદ રફી જન્મ જયંતિ નિમિતે, બીન પ્રોફેશનલ ગાયકો માટે ,કરોઅવકે સિંગીંગ દ્વારાં ગાંધીનગર સ્થિત બાબા આંબેડકર હોલમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ૮૧ ગાયકોએ ભાગ લીધો હતો. જેમાં ફાઈનલમાં ૩૫ ગાયકોમાંથી ૧૫ ગાયકોને વિજેતા જાહેર કરી ક્રમાનુસાર ટ્રોફી આપવમાં આવી હતી.જેમાં ભરૂચનાં ટુ વ્હીલર સ્પેરપાર્ટસનો છુટક વ્યવસાય કરતાં, ૬૪ વર્ષીય ઉત્તમ પટેલે આ સ્પર્ધામાં ભાગ લઇ ગુજરાતમાં દ્વિતિય સ્થાને ટ્રોફી મેળવી ભરૂચનું નામ રોશન કર્યું છે..

આ અગાઉ પણ ભરૂચમાં સ્થાનિક કક્ષાએ બ્લિસ ફોર ફ્લાઈંગ ગ્રુપ કરોઅવકે સીંગિંગ સ્પર્ધામાં ત્રીજા ક્રમે વિજેતા બની ટ્રોફી મેળવી હતી.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ