મોડેલ્સ તેમજ પ્રોજેક્ટનું પ્રદર્શન જ્ઞાનોત્સવ લીંક રોડ સ્થિત નારાયણ બાપુના આશ્રમ ખાતે યોજાયો

નારાયણબાપુ આશ્રમ ખાતે 771 પ્રયોગો, મોડેલ્સ અને પ્રોજેક્ટનું પ્રદર્શન યોજવામાં આવ્યું

ભરૂચ નારાયણ વિદ્યાલય દ્વારા 771 પ્રયોગો, મોડેલ્સ તેમજ પ્રોજેક્ટનું પ્રદર્શન જ્ઞાનોત્સવ લીંક રોડ સ્થિત નારાયણ બાપુના આશ્રમ ખાતે યોજવામાં આવ્યું હતું,

ભરૂચ શક્તિનાથ સ્થિત નારાયણ વિદ્યાલય દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અરસ પરસ જ્ઞાનની વહેચણી કરી વિવિધ શૈક્ષણિક વિષયોમાં પારંગતા કેળવે, સાથે જ વિદ્યાર્થીઓની મૌલિક અભિવ્યક્તિ, સર્જનાત્મક શક્તિ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા હેતુસર ધોરણ છ થી નવ અને 11 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓના 771 શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન જ્ઞાનોત્સવ યોજવામાં આવ્યું હતું લિંકરોડ નારાયણ બાપુ આશ્રમ સ્થિત યોજાયેલ જ્ઞાનોત્સવ પ્રોજેક્ટ પ્રદર્શનમાં પ્રથમવાર વિદ્યાર્થીઓ સૈન્ય વિષયક માહિતી મેળવી શકે તે માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડિફેન્સ પ્રોજેકટ નાટય સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો હતો,સાથે આ પ્રોજેકટ પ્રદર્શનમાં સનાતન સંસ્કૃતિના પ્રતીક રૂપ રામ મંદિર,જગન્નાથ મંદિર, કેદારનાથ ધામ સાથે અંતરિક્ષના વિવિધ પ્રોજેકટ, બાયોલોજીક પ્રોજેકટ સહિતના વિવિધ પ્રોજેક્ટોનું સુંદર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, 

આ પ્રસંગે વેદાંત હોસ્પિટલના સર્જન તેમજ ભરૂચ જિલ્લા સંઘ ચાલક ડોક્ટર કૌશલ પટેલ સાયન્સ એજ્યુકેટર્સ વિજ્ઞાન ગુર્જરી સુરતના મનસુખ નારીયા આસિસ્ટન્ટ રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર મિતેશ બંગાલી, નારાયણ વિદ્યાલયના ડિરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, શાળાના આચાર્યો શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રોજેક્ટ પ્રદર્શનને માણ્યું હતું.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ