એન્જિનિયર મેટ્રિમોનિયલ પર યુવતીના સંપર્કમાં આવ્યો, ડોલર કમાવવાની લાલચમાં 36.59 લાખ ગુમાવ્યા

ભરૂચનો મિકેનિકલ એન્જિનિયર મેટ્રિમોનિયલ પર યુવતીના સંપર્કમાં આવ્યો, ડોલર કમાવવાની લાલચમાં 36.59 લાખ ગુમાવ્યા

ગુજરાતી સંગમ મેટ્રોમોનિયલ પર મિત્રતા કેળવી 70 દિવસમાં 10 એકાઉન્ટમાં લાખો રૂપિયા નખાવ્યા

યુકે અને આર્યલેન્ડના વોટ્સએપ નંબર પરથી સાયબર ફ્રોડનો ભોગ બનતા અંતે નોંધાવી ફરિયાદ

ભરૂચનો મિકેનિકલ એન્જીનીયર મેટ્રોમોનિયલ વેબસાઈટ પર યુવતીના સંપર્કમાં આવ્યા બાદ ડોલર કમાવવાની લાલચમાં 36.59 લાખ રૂપિયા ગુમાવી બેઠો

ભરૂચના આંનદનગરમાં રહેતો મેહુલ પ્રજપતિ દહેજની ઇન્ડોફિલ કંપનીમાં નોકરી કરે છે. ગુજરાતી સંગમ મેટ્રોમોનિયલ સાઇટ પર તે આરોષી અગ્રવાલના સંપર્કમાં આવ્યો હતો. યુવતીએ તેના યુકેના વોટ્સએપ નંબરથી યુવાન સાથે ચેટિંગ શરૂ કર્યું.

મિત્રતામાં યુવતીએ યુવાનને ડોલર કમાવવા કોસ્ટ કોપ સ્ટોર નામની ઇ-કોમર્સ વેબસાઈટમાં ખરીદ-વેચાણ કરવા ફસાવી લીધો હતો. જે બાદ મેહુલને ઓર્ડર મળતા 11 સપ્ટેમ્બરમાં તેના ઇ-કોમર્સ એકાઉન્ટ પર 548 ડોલર જમા પણ બતાવ્યા હતા.

વધુ ઓર્ડર મળતા અને આર્યલેન્ડના વોટ્સએપ નંબરથી ચેટ મેસેજ આવતા યુવાને 70 દિવસમાં 10 એકાઉન્ટમાં 12 વખત કુલ રૂપિયા 37 લાખના ટ્રાન્ઝેક્શન કરી દીધા હતા. સામે 50 હજાર જેટલી રકમ તેને કમિશન પેટે પરત મળી હતી.

બાદમાં 13.49 લાખ જમા નહિ કરાવી શકતા તેનું ઇ-કોમર્સ એકાઉન્ટ બ્લોક કરતા મિકેનિકલ એન્જીનીયર પોતે સાયબર ક્રાઇમનો ભોગ બન્યો હોવાનું જ્ઞાન થયું હતું. અંતે ભરૂચ સાયબર ક્રાઇમમાં ₹36.59 લાખની ચિટિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

#gujatatnipatchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ