ગુજરાત ખેડૂત સમાજ" ના નેજા હેઠળ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોના આગેવાનો અને ખેડૂત સમાજના આગેવાનો ભરુચ કલેક્ટર કચેરીએ આવેદન અપાયું

હાઇ ટેન્શન લાઇનના તાનાશાહી વિરુદ્ધ ખેડૂત સમાજે ભરુચ કલેક્ટર કચેરીએ આપ્યું આવેદનપત્ર

ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કે.વી.ની બે અને 440 કે.વી.ની બે હાઇ ટેન્શન લાઇન ઉભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ તાનાશાહી વિરુદ્ધ "ગુજરાત ખેડૂત સમાજ" ના નેજા હેઠળ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોના આગેવાનો અને ખેડૂત સમાજના આગેવાનો ભરુચ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણેCollectorને આવેદનપત્ર સુપ્રત કરી, આ પ્રોજેક્ટ માટે ખેડૂત હિતોની અવગણનાને લઈને તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.

આવેદનપત્ર સોપતી વખતે જયેશભાઈ પાલ, રમેશભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, હનીફ ભાઈ (હાંસલોદ), નવફલભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેમને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ખેડૂતોની જમીન અને જીવન પર નકારાત્મક અસર કરશે. તેમણે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા તાનાશાહીપૂર્વક લાદવામાં આવતી કામગીરીને રોકવા માગ કરી હતી.


આગેવાનોને સ્પષ્ટ કરી દીધું છે કે જો જરૂર પડશે તો આવનારા દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. "ખેડૂતોના હિતો માટે અમે કોઈપણ આકરી ચાળે જવાની તૈયારી રાખી છે," એમ તેમનું જાહેર નિવેદન હતું.


આંદોલનને લઈને ગામડાઓમાં પણ જાગૃતિ ફેલાવા લાગી છે, અને તમામ ખેડૂતો આ માટે એકજૂટ થવા મક્કમ છે.

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો