વેજલપુર પારસીવાડ સ્થિત દશામાના મંદિરનો 30 મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ભરૂચના વેજલપુર પારસીવાડ સ્થિત દશામાના મંદિરનો 30 મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. 

મંદિર ખાતે નવચંડી યજ્ઞ મહા આરતી અને પ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન આવ્યું હતું.

આ પ્રસંગે એક સાથે 32 દંપતીએ પૂજામાં ભાગ લઇ ધન્યતા અનુભવી હતી. 

ભરૂચ વેજલપુરના પારસીવાડ ખાતે 30 વર્ષ પૂર્વે નવ નિર્માણ પામેલા દશા માતાજી મંદિરની આજરોજ 30 વર્ષ પૂર્ણ થતા મંદિર ખાતે 30 મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. છેલ્લા 5 વર્ષ ઉપરાંતની માત્ર ભંડારો અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. 



ત્યારે સ્થાનિક યુવક મંડળ દ્વારા 30 વર્ષમાં બીજી વખત મહાયજ્ઞ રૂપે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે પૂજા અને આરતી બાદ યજ્ઞ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં 32 યુગલો પૂજામાં જોડાયા હતા. સાંજે 5 કલાકે યજ્ઞમાં નારિયેળ હોમવામાં આવ્યું હતું. જે બાદ મહા આરતી અને પ્રસાદી યોજવામાં આવી હતી.તો રાત્રીના ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

માં દશામાંના વ્રત ચાલી રહ્યા છે. ત્યારે 7 મી ઓગસ્ટ 1094 ના સંવત 2050, અષાઢ વદ અમાસના રોજ મંદિર સ્થાપના કરવામાં આવી હતી. સ્થાનિક રહીશો આસ્થાનું કેન્દ્ર દશામાં મંદિર ખાતે સવાર થી જ ભક્તોની ભીડ જોવા મળી હતી તો મોટી સંખ્યામાં યોજાયેલા ધાર્મિક ઉત્સવમાં સ્થાનિક રહીશો તેમજ માઇભક્તોએ ભાગ લઇ ઉત્સવને સફળ બનાવ્યો હતો.

#Gujarat ni parchhai 

રિપોર્ટર ભરૂચ 

ભરત મિસ્ત્રી 


Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો