અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં આજરોજ "બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે કર્મચારી દિનની ઉજવણી કરવામાં આવી

ભરૂચ ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં આજરોજ "બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે કર્મચારી દિનની ઉજવણી કરવામાં આવી


આ ઉજવણીમાં ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીના અગ્રણી કોકીલા માસીબા , દીપા માસીબા તેમના દીકરા રાજ તથા તેમના અન્ય સભ્યશ્રીઓ તથા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન સંસ્થા ના સ્થાપક શ્રી જયેશભાઈ તથા શ્રીમતી હીનાબેન પરીખ ના હસ્તે બિનશૈક્ષણિક કર્મચારીઓનું અસ્મિતા સંસ્થા વતી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું અને તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું.



સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ તથા શ્રીમતી અરુણા બેન પટેલ અને ટ્રસ્ટ મંડળ દ્વારા કર્મચારીઓને નિષ્ઠા થી કાર્યો કરવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સંસ્થાના મનો દિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિકઓ રજૂ કરી. "આદરણીય કોકીલા માસીબા એ સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ તથા ટ્રસ્ટ મંડળને આવા સુંદર સેવાકીય જરૂરી કાર્યો કરવા બદલ ખુબ ધન્યવાદ પાઠવ્યા." દિવ્યાંગ બાળકો પ્રતિ પોતાની હૃદયની ભાવના વ્યક્ત કરી.

શ્રીમાન જયેશભાઇ એ સંસ્થા ના કાર્યો ને બિરદાવી વધુ સારા કાર્યો સંસ્થા કરતી રહે તેવી શુભ ભાવના વ્યક્ત કરી. શ્રીમાન જયેશભાઈ તથા હીનાબેન દ્વારા "અસ્મિતા સંસ્થા ના સુવીણા ગુરુકુલમ પ્રોજેક્ટ માં ઘણા સેવાકીય કાર્યોમાં જોડાયા હોવાથી સંસ્થા દ્વારા તેમનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું.


શ્રીમાન જયેશભાઈ પરીખ દ્વારા સંસ્થાના દરેક બાળકો, કર્મચારી અને સંસ્થાના કેમ્પસમાં લગાવવા માટે ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. પીયુષભાઈ ભટ્ટ દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ