મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી એહમદ મુન્શી આઇ.ટી.આઇ. ભરૂચ ખાતે ઇન્કમ ટેક્સ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી એહમદ મુન્શી આઇ.ટી.આઇ. ભરૂચ ખાતે ઇન્કમ ટેક્સ અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન



ઇન્કમટેક્ષ ઓફીસ ભરૂચ દ્વારા Income Tax awareness ના પ્રોગ્રામ નું આયોજન અત્રેની સંસ્થા ખાતે કરવામાં આવેલ, જેમાં ઇન્કમટેક્ષ ઓફીસમાથી બીના રાવલ મેડમ (IT-officer) અને એમની પુરી ટીમ હાજર રહી હતી. જેમાં શ્રી ઇલ્યાસભાઇ ઘાંચી C.A. ( I.T. Department) દ્વારા ઇન્કમટેક્ષ વિશે સરળ અને સચોટ સમજ આપી હતી. જેનાથી તાલીમાર્થીઓ અને સ્ટાફમિત્રો ખુબજ પ્રભાવિત થયા હતા. 



આ પ્રોગ્રામ માં આઇ.ટી.આઇ. ના હેડ આરીફ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન આપવામાં આવેલ અને પ્રાસંગિક પ્રવચન શ્રી ઇલ્યાસભાઇ ઘાંચી (IT DEPARTMENT)દ્વારા આપવામાં આવેલ. ઇન્કમટેક્ષ ઓફીસર બીના રાવલ મેડમ દ્વારા સંસ્થાનો પ્રોગ્રામ કરવા બદલ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. અંતમાં પ્રોગ્રામમાં આવનાર મેહમાનો અને હાજર જનોનો આભાર શ્રી યુસુફ એ. મતાદાર દ્વારા વ્યકત કરવામાં આવ્યો હતો. સદર પ્રોગ્રામમાં આઇ.ટી.આઇ. સ્ટાફે ખડે પગે રહી પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો. તમામ પ્રોગ્રામનું એન્કરીંગ શ્રી રીયાઝ મ.હનીફ કડ્વા AOCP ઇન્સ્ટ્ર્કર દ્વારા કરવામાં આવ્યું હતું.

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો