વાગરા તાલુકાના ગંધાર ગામે મામલતદારશ્રી વાગરાના અધ્યક્ષસ્થાને સોલ્ટ વર્કરો પાસે નૈતિક મતદાન કરે અંગેના શપથ લેવડાવવામાં આવ્યા
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વેગવંતી બનતી ‘મતદાન જાગૃતિ ઝુંબેશ’
વાગરા તાલુકાના ગંધાર ગામે મામલતદારશ્રી વાગરાના અધ્યક્ષસ્થાને સોલ્ટ વર્કરો પાસે નૈતિક મતદાન કરે અંગેના શપથ લેવડાવવામાં આવ્યા
સંસદીય મત વિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તુષાર સુમેરાના નેતૃત્વમાં લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ અન્વયે મતદાન અંગે જાગૃતિની પ્રવૃતિ હાથ ધરવામાં આવી છે.
જેમાં સ્વીપ (સિસ્ટમેટીક વોટર'સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન) પ્રોગ્રામ અંતર્ગત 'મતદાન જરૂર કરો અને કરાવો' ની નેમ સાથે અંતરિયાળ વિસ્તારથી લઈને શહેરી વિસ્તાર સુધી મતદાન જાગૃતિ ઝુંબેશ વેગવંતી બની રહી છે. ત્યારે વાગરા તાલુકાના ગંધાર ગામે મામલતદારશ્રી વાગરાના અધ્યક્ષ સ્થાને સોલ્ટ વર્કરો પાસે લોકસભા ચૂંટણીમાં નૈતિક મતદાન કરે અને પોતાના પરિવારને પણ સહભાગી થવા પ્રેરે તે અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
#gujaratniparchhai
રિપોર્ટર ભરૂચ
પિયુષ મીસ્ત્રી
Comments
Post a Comment