મતદાન જાગૃતિ માટેનાં અનોખા પ્રયાસો હાથ ધરવા દિવ્યાંગોએ બનાવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી
અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસા ખાતે મતદાન જાગૃત્તિ અભિયાન અંર્તગત કાર્યક્રમ યોજાયો
મતદાન જાગૃતિ માટેનાં અનોખા પ્રયાસો હાથ ધરવા દિવ્યાંગોએ બનાવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકોની ભાગીદારિતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી, ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ તાલુકાના દિવ્યાંગજનોના મતદારો માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ત્રાલસા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃત્તિ માટે કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં દિવ્યાંગ નાગરિકો – મતદારો, મતદાન કરી શકે તે માટે તેમને ઘરબેઠાં મતદાન માટેની વ્યવસ્થાઓ, દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ, દિવ્યાંગ મતદારને લાઇનમા ઉભા નહી રહેવાનું જેવી વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી. દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા (સક્ષમ) એપ્લિકેશન વિશે પણ જણાવવામાં આવ્યું હતું.
અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસા ખાતે દિવ્યાંગોએ બનાવેલી અને આંખે વળગે તેવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેનાં અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો. આ કલાત્મક રંગોળી દ્વારા તમામને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો. મતદાન કરવું તે આપણી નાગરિક તરીકેની નૈતિક ફરજ છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના આચાર્ય મનીષાબેન ત્રિવેદી એ કર્યું હતું.
Comments
Post a Comment