વજાપુરા માંથી ગેરકાયદેસર માટી ખનનનું કૌભાંડ જડપાયું
દહેજ ના વજાપુરા માંથી ગેરકાયદેસર માટી ખનનનું કૌભાંડ જડપાયું, ટ્રક અને હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા
વાગરા તાલુકાના દહેજ મા આવેલાં વજાપુર ગામે ગેરકાયદે રીતે માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ ભરૂચ ભુસ્તર વિભાગની ટીમને મળી હતી. જેના પગલે સ્થળ પર દરોડો પાડી ટીમે એક હિટાચી તેમજ એક ટ્રક જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ દહેજનો શખ્સ માટી ખનન કરાવતો હોવાનું માલુમ પડ્યું હતું. ભરૂચ જિલ્લામાં બેફામ રીતે માટી અને રેતીનું ખનન કરાઇ રહયું છે પણ ખાણ અને ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થતાં રહે છે. દહેજ ના વજાપુર ગામે કેટલાંક શખ્સો ગેરકાયદે રીતે સાદી માટી ચોરી કરવાનો કારસ્તન રચી રહ્યાં છે. જેના પગલે ભરૂચ ના ભુસ્તરશાસ્ત્રી નરેશ જાનીએ તેમની ટીમને સુચના આપતાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઇન સુપરવાઇઝરે ટીમ સાથે સ્થળ પર રેડ પાડી હતી. ટીમે સ્થળ પરથી એક હિટાચી મશીન તેમજ માટી ખનન કરતા અન્ય સાધનો તેમજ એક ટ્રકને પણ જપ્ત કરી હતી.
Comments
Post a Comment