ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે ત્યારે ભરૂચમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે .ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને સતત સાતમી વખત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આજરોજ ભોલાવ ગામમાં આવેલ અલકનંદા સોસાયટી ખાતે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 










જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોદરિયા અને ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘરે ઘરે ફરી લોકોને મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.


#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો