15 ગામ માછી પટેલ સમાજના 20 નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

ભરૂચમાં 15 ગામ માછી-પટેલ સમાજ વિકાસ મંડળના નેજા હેઠળ યોજાયેલા સમૂહ લગ્નમાં 20 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

ભરૂચ જિલ્લા 15 ગામ માછી-પટેલ સમાજ વિકાસ મંડળના નેજા હેઠળ બોરભાઠા બેટ (મકતમપુર) સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત 21માં સમૂહ-લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના 20 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.



સમાજ દ્વારા અનેક સેવાકીય કામગીરી કરાય છે. ભરૂચ જિલ્લામાં આવેલા અલગ અલગ 15 ગામોના માછી-પટેલ સમાજ ગામજનોના સહકારથી અત્યાર સુધીમાં અનેક સેવાકીય કામગીરી કરવામાં આવે છે. જેમાં 15 ગામ માછી-પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા 20 સમૂહ લગ્નોનું સફળતા પૂર્વક આયોજન કરાયુ છે.ત્યારે આજરોજ 21માં સમૂહ લગ્નનું આયોજન કરવા માટેનું યજમાન પદ બોરભાઠા બેટ (મકતમપુર) ખાતે કરાયુ હતું.જેમાં 15 ગામ માછી પટેલ સમાજના 20 નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

આ સમૂહ લગ્નનોત્સવમાં સમાજની દીકરીઓને સોળ શણગારથી અલંકિત કરીને સમર્પણ,સમજણ અને સેવારૂપી સંસ્કારનું પ્રદાન કરી શ્વસુર ગૃહે વિદાય આપવામાં આવનાર છે.જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સમાજના લોકોએ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો