સ્નાન કરવાથી ચામડીના રોગો મટી જતાં હોવાની માન્યતા કારણે શિવરાત્રી ના દિવસે ઘોડાપુર ઉમટ્યું

રૂદ્રકુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગો મટી જતાં હોવાની માન્યતા કારણે શિવરાત્રી ના દિવસે ઘોડાપુર ઉમટ્યું 

અંકલેશ્વર ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરતા નગરજનો દ્વારા પરોઢે વિવિધ શિવ મંદિરમાં જઈ શિવની આરાધનામાં લીન બન્યા હતા. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આવેલ રુદ્રકુંડ સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરાગત અનુસાર ભાતીગળ મેળો યોજવામાં આવ્યો હતો. તબીબી સેવા,ચુસ્ત પોલીસ વ્યવસ્થા અનેઅનેક રાઇડ્સ મનોરંજનના અનેક આયોજન વચ્ચે શરૂ થયેલા ભાતીગળ મેળો શિવભક્તોએ માણ્યો હતો. સજોદ ખાતે પ્રતિ વર્ષ ગ્રામ પંચાયત અને ગામ વિકાસ સમિતિ અને સજોદ સિદ્ધનાથ મહાદેવ મંદિર ના ટ્રસ્ટી મંડળ ના નેજા હેઠળ મેળો આયોજન કરવામાં આવે છે. 

ભગવાન શિવ અહીં બ્રહ્મ હત્યા ના દોષ થી મુક્ત થયા હોવાની માન્યતા છે. ત્યારે આ મંદિર પરીસરમાં આવેલાં રુદ્ર કુંડ માં આજના દિવસે ભક્તો વિશેષ સ્નાન કરી પોતાના અસાધ્ય ચર્મ રોગ દૂર થાય છે. તેવી વાયકાને લઇને મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી ભગવાન શિવ ની આરાધના પણ કરે છે. આ ઉપરાંત અહીં ભક્તો ગામના ચંદ્રમૌલેશ્વર મહાદેવ ખાતે પણ દર્શનાર્થે અચૂક જાય છે.


રિપોર્ટર ભરૂચ

પિયુષ મીસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ