સ્થાનિક નાગરિકોને ખાસ વિનંતી છે કે ભરૂચ રેલવે સ્ટેશન પર જૂના પગપાળા પુલ બન કરેલ છે
સ્થાનિક નાગરિકોને ખાસ વિનંતી છે કે ભરૂચ રેલવે સ્ટેશન પર જૂના પગપાળા પુલ હતો એ બન કરવામાં આવ્યો છે
સર્વ સંબંધિતોને જાણ કરવામાં આવે છે કે ભરૂચ રેલવે સ્ટેશન પર આવેલા જૂના પગપાળા પુલ જે શહેરના પૂર્વ થી પશ્ચિમને જોડે છે ઘણો જૂનો છે તેમજ આ જૂના પગપાળા પુલને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં તારીખ 04.03.2024 થી બંધ કરવામાં આવ્યો છે.
આ જ જગ્યાએ ભરૂચ સ્ટેશન પર પૂર્વ થી પશ્ચિમ તરફ અવર-જવર માટે 12 મીટર પહોળો નવા પુલનું બાંધકામ થવાનું છે તથા આના પર એસ્કેલેટર અને લિફ્ટની સુવિધાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આના માટે જૂના પુલને તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે.
જ્યાં સુધી નવા પુલનું બાંધકામ થઈ ન જાય ત્યાં સુધી રેલવે પ્રશાસન દ્વારા નાગરિકોની સુવિધા માટે પૂર્વ થી પશ્ચિમ તરફ અવર-જવર માટે ભરૂચ સ્ટેશન ઉપર ઉપસ્થિત રેમ્પ પગપાળા પુલને વિના મૂલ્યે અવર-જવર માટે ખોલી દેવામાં આવ્યો છે.
યાત્રીઓ/નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને સ્ટેશન ઉપર ઉપલબ્ધ રેમ્પ પગપાળા પુલનો ઉપયોગ કરે.
આપને થઈ રહેલી અસુવિધા બદલ રેલવે પ્રશાસન અફસોસ વ્યક્ત કરે છે.
રિપોર્ટર ભરૂચ
પિયુષ મીસ્ત્રી
#gujaratniparchhai
Comments
Post a Comment