ફાટાતળાવ ઢાલ થી લઇ મદીના હોટલ, મહંમદપુરા, બંબાખાના વિસ્તારમાં રોજેરોજ ટ્રાફિકજામની સમસ્યા ઉભી થવા પામી

ભરૂચ ની એબીસી ચોકડી થી શ્રવણ ચોકડી, બાયપાસ રોડ પર થતા ભારે ટ્રાફિક જામ ને કારણે શહેરના ના માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધ્યુ

ટ્રાફિક સમસ્યા બાબતે ભરૂચના ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલરો તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા આજ રોજ માર્ગનું સર્વે કરવામાં આવ્યુ




ભરૂચ શ્રવણ ચોકડી થી જંબુસર બાયપાસ સુધી થતા ભારે ટ્રાફિકજામ ના કારણે અનેક વાહનો નગર ના ઇન્ટરનલ માર્ગો ઉપર વાહનો નું ભારણ વધવા પામ્યુ છે. જેને પગલે ભરૂચના ફાટાતળાવ ઢાલ થી લઇ મદીના હોટલ, મહંમદપુરા, બંબાખાના વિસ્તારમાં રોજેરોજ ટ્રાફિકજામની સમસ્યા ઉભી થવા પામી છે. તેમજ ટ્રાફિકમાં હેરાન થતા લોકોની ફરિયાદ પણ ઉઠી છે. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો દ્વારા પણ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી સૂચનો આપવામાં આવ્યા હતા.




ટ્રાફિક સમસ્યા બાબતની રજુઆતને ધ્યાનમાં લઇ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી હરીશભાઈ અગ્રવાલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, સભ્યો સલીમભાઈ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઈબ્રાહીમભાઈ કલકલ ને સાથે રાખી ઢાલ થી લઇ મોહમ્મદ પુરા સુધીના ત્રણ નાળા વચ્ચેના માર્ગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ. અને જે માર્ગ સાંકડો છે તેને પહોળો કરવા તેમજ રોડ પર અડચર રૂપ જીઈબી ના પોલ ને શિફ્ટ કરી ટ્રાફિક સમસ્યા માંથી મુક્તિ મળે તે માટે તાત્કાલિક અસર થી કામગીરી કરવામાં આવશે.



રિપોર્ટર ભરૂચ

પિયુષ મીસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ